Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 274
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૩) તે આત્માવિના ચાય નહીં અને આત્મા છે તો આત્મા નથી એમ કહેવાયજ નહીં. દ્વિતીય પક્ષ અંગીકાર કરીને કહેશો કે આત્માનું જ્ઞાન કર્યાવિના આત્મા નથી એમ કહીએ છીએ ત્યારે તો સિદ્ધ થયું કે, આત્માનું જ્ઞાન કર્યાવિના આત્માનો નિષેધ કરશો તો જે જે પદાર્થો નહીં જાણી શકો તે સર્વનો નિષેધ કરવો પડશે, પણ તેથી તે પદાર્થજ નથી એમ માની શકાશે નહીં.~~કારણ કે તે ભાતનું જ્ઞાન નહીં હોવાને લીધે-આમ વિચારતાં આત્માની અસ્તિતા સિદ્ધ રે છે. ત્યારે પ્રશ્ન થશે કે કોઇને તેનું પૂર્ણ જ્ઞાન હોવું જોઇએ? ઉત્તરમાં કહેવું પડશે કે આત્માનું પૂર્ણ જ્ઞાન કરનાર તથા આત્માને સાક્ષાત્ દેખનાર શ્રીમહાવીર પ્રભુ છે, માટે આત્મા છે એમ મુક્તકંઠે માન્યાવિના છૂટકો નથી. યુરોપખંડમાં પ્રથમ જડવાદ અત્યંત પ્રસર્યો હતો, ત્યાં પણ હાલ ચૈતન્યવાદ પ્રસરવા લાગ્યો છે; આર્યાવર્તમાં તો ઘણા કાળથી ચૈતન્યવાદનો સિદ્ધાંત પ્રસરી રહ્યો છે. સર્વ દેશોને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે હિંદુસ્થાન ગુરૂરૂપ થયું છે. અને થશે. નિવ્રુત્તિમાર્ગમાં આર્યાવર્તની સદાકાળ ઉત્તમતા રહેશે. આર્યાવર્તમાં મહાન્ આત્મતત્ત્વવેત્તા મુનિવરો ઉત્પન્ન થાય છે અને તે ચૈતન્યવાદને જ્યાં ત્યાં આર્યાવર્તમાં પ્રસરાવે છે. આત્માની અસ્તિતા ત્રણ કાળમાં એકસરખી હોવાથી આત્મા નિય ડેરે છે. આત્મા અનાદિકાળથી કર્મના યોગે શરીર ધારણ કરે છે, આત્માના ગુણો, કર્માવરણોથી ઢંકાયા છે, જે જે અંશે કર્યાવરણો ખરે છે તે તે અંશે આત્માના જ્ઞાનાદિક ગુણો ખીલે છે. સંપૂર્ણપણે કર્માવરણો ખરતાં સંપૂર્ણપણે આત્માના ગુણો ખીલે છે. આત્માની જ્ઞાનશક્તિ પોતાના પ્રકાશને પ્રતિદિન કર્માવરણોને હઠાવીને વધારતી જાય છે, માટે આત્માના જ્ઞાનાદિક ગુણો પ્રાપ્ત કરવા સદાકાળ ઉદ્યમ કરવો. દુધમાં ઘી જેમ વ્યાપી રહ્યું છે, તેમ અસંખ્ય પ્રદેશી આત્મા, સંપૂર્ણ શરીરમાં વ્યાપી રહ્યો છે, તેનું સ્મરણ કરવું જોઇએ. જડ વસ્તુને જડ તરીકે જાણવી જોઇએ અને આત્માને આત્મા તરીકે જાણી તેની શ્રદ્ધા કરવી જોઇએ. આનન્દરૂપ આત્મા પાતેજ છે છતાં અજ્ઞાની જીવે. દેખી કાકતા નથી તે જણાવે છે. જઃ उत्कृष्टानन्दसम्पन्नं, ज्ञानरूपं सनातनम् । ધ્યાનદીના ન પતિ, હ્યજ્ઞાનાવૃતવેતસઃ || | || શબ્દાર્થ:—ઉત્કૃષ્ટાન્ત સંપન્ન જ્ઞાનરૂપ, સનાતન એવા આત્માને, અજ્ઞાનથી આવૃત ચિત્તવાળા-ધ્યાનહીન મનુષ્યો દેખી શકતાજ નથી. ભાવાર્થ:—અજ્ઞાનથી આચ્છાદ્દિત ચિત્તવાળા અને ધ્યાનહીનો, આ ત્માને દેખી શકતા નથી. જ્ઞાનાવરણીય કર્મનો પડદો જેમ જેમ ટળે છે ચો. ૩૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290