________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૬ ) સંબંધને દુઃખરૂપે જાણે છે ત્યારે તે તે મોહના સંબંધોમાં આવતાં છતાં પણ મોહના એટલે રાગદ્વેષના હેતુઓને વૈરાગ્યરૂપે પોતે પરિગ માવી શકે છે. શાનીને આશ્રવના હેતુઓ ખરેખર સંવરના હેતુઓ પગે પરિણમે છે અને અને જ્ઞાનિને સંવરના હેતુઓ પણ આશ્રવરૂપે પરિણમે છે, એમ સિદ્ધાન્તોમાં કહ્યું છે. આત્મા મનના ઉપર કબજો મેળવે છે ત્યારે તે જ્ઞાનના પ્રતાપે રાગ અને દ્વેષના હેતુઓને પણ વૈરાગ્યરૂપે પરિણાવે છે. જ્ઞાનિને દુ:ખ પડતાં વૈરાગ્ય વધે છે. જ્ઞાની સંસારનાં કાર્યો કરતો હતો પણ જલકમલની પેઠે નિર્લેપ રહે છે, કારણ કે જ્ઞાનિનો આત્મા, રાગદ્વેષની ભ્રાન્તિમાં ફસાતો નથી અને પોતાના અધિકાર પ્રમાણે સર્વ વ્યાવહારિક કાર્યો સર્વ મનુષ્યોની પેઠે કરે છે, પણ તે તેમાં લપાતો નથી અને પોતાના આનન્દને ભગવત જાય છે; સંસારની મોહજાળ તેને અસર કરી શકતી નથી. જયારે જ્ઞાનીનો આત્મા, મનની રાગદ્વેષની કપનાને પોતાની ગણતો નથી, ત્યારે તે પોતાના આમાના સ્વભાવ ધર્મને પોતાનો ગણે છે; તે વખતે તેની કેવી દશા થાય તે બતાવે છે.
જ્ઞાનની શાં. “મારમવા સર્વે નીવેy, ચાયતિ જ પતિ” છે. પિતાના આત્માની પેઠે જે સર્વ જીવમાં જીવે છે તે સર્વ ધર્મને દેખે છે તેથી સર્વ આત્માઓ પોતાના સરખા અર્થાતુ પોતાના બધુસમાન તેને લાગે છે. તેને કોઈ શત્રુ પણ લાગતો નથી અને કોઈ તેને પ્રિય પણ લાગતો નથી; સર્વ જીવો પોતપોતાની દશા પ્રમાણે છે તેમાં ષ વા રાગની કલપનાની જરૂર તેને દેખાતી નથી. તે જેવી વસ્તુ હોય તેવી દેખે છે અને આદર્શની પિ તટસ્થ સાક્ષીપણે સર્વનો જ્ઞાતા અને દ્રષ્ટા બને છે અને નિર્લેપ રહે છે. વ્યાવહારિક તથા પારમાર્થિક જીવનને ગાળે છે છતાં બાહ્ય વસ્તુઓમાં લેપાતો નથી. બાહ્ય વસ્તુઓનાં કાર્યોને પોતાના માથે આવી પડેલી ફરજ તરીકે ગણી કરે છે પણ તેમાં હું તું ની કલ્પના કરતો નથી, તેવો જ્ઞાની પૂર્વની અવસ્થા કરતાં જ્ઞાનદશા કરતાં નિલેપ રહીને વિશેષતઃ સર્વનું ભલું કરવા સમર્થ થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ઉચ્ચ જીવન પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પ્રકારના વિવેકને ગ્રહણ કરે છે. સર્વ પ્રકારનાં કાર્યોમાં લાભ અને અલાભની તરતમતા જાણી શકે છે. પારમાર્થિક જીવન ગાળવા માટે બને તેટલે નિષ્કામપણે આમભેગ આપે છે. જ્ઞાન દર્શન અને ચારિત્રની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા સદાકાલ આ ગમાં રમે છે. ગૃહસ્થ ધર્મમાં રહ્યો હોય તો ગૃહસ્થના અધિકાર પ્રમાણે સર્વ બાબતોમાં વર્તે છે અને સાધુ ધર્મ અંગીકાર કરે છે તો સાધુના અધિકાર
For Private And Personal Use Only