________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) अनेकभवसंस्कारात्, समाधिर्व्यवहारतः। निश्चयात् किञ्चिदंशेन, साध्यते ज्ञानयोगिभिः ॥ ७९ ॥ શબ્દાર્થ-બ્રહ્મરમાં આત્મધ્યેયની સ્થિરતા થવાથી વ્યવહારનયકથિત ચિત્તની સમાધેિ થાય છે, તે વખતે આતમા તેજ પરમાત્માની શુદ્ધ જ્યોતિ પ્રકાશ થાય છે. આ બાબતમાં જરા માત્ર પણ શંકા નથી. આવી વ્યવહારસમાધિને કંઈ સર્વ જીવો એકદમ પ્રાપ્ત કરી શકતા નથી; અનેક ભવના સમાધિ અભ્યાસજનિત સંસ્કારથી આવી સમાધિ પ્રાપ્ત કરી શકાય છે. નિશ્ચયનયથી તે કેટલાક અંશે જ્ઞાનયોગિયોવડે નિશ્ચયસમાધિ પ્રાપ્ત કરી શકાય છે.
ભાવાર્થ:–બ્રહ્મર ઘમાં આત્મધ્યેયની સ્થિરતારૂપ વ્યવહારસમાધિને ચોગિયો પ્રાપ્ત કરી શકે છે, લેખકને પણ તે બાબતનો અનુભવ છે; ત્યાં આત્મરૂપ પરમાત્માની શુદ્ધ જ્યોતિ ભાસે છે, તેનું વર્ણન વૈખરી વાણીથી કરી શકાય તેમ નથી, જે તેનો અનુભવ કરે છે તે જ તેની શ્રદ્ધા ધારણ કરી શકે છે, અનુભવી ગુરૂવિના કોઈનાથી આવી સમાધિમાં પ્રવેશ થઈ શકતો નથી. બ્રહ્મરઘમાં સમાધિ થવાથી અનેક ચમત્કારોની ઉત્પત્તિ થાય છે. ગુણજ્ઞાનના પડદા ખુલે છે, અને જે પૂર્વે જોવામાં ન આવ્યું હોય, તેમજ અનુભવવામાં પણ ન આવ્યું હોય, તેનો સાક્ષાત્કાર થાય છે. ગુપ્ત તત્ત્વોનાં રહસ્યો તેની આગળ ખડાં થાય છે, તે પણ તેને કંઈ આશ્ચર્ય ભાસતું નથી. એવા વખતમાં યોગીને સાવધાન થવાની ઘણી જરૂર છે, લોકોનું તેના પ્રતિ ઘણું આકર્ષણ થાય છે, તથા દેવતાઓ દર્શન આપે છે. જે જે તસંબંધી શંકા ઉત્પન્ન થાય છે તેને સમાધિમાં અમુક દેવતા મારફત નિર્ણય થઈ જાય છે. પ્રાયઃ તેવા વખતે યોગીએ ભવિષ્ય કથનમાં પેસવું નહીં. દુનિયાના લોકો સ્વાર્થથી પ્રશ્ન કરે વા સેવા કરે તો પણ તેણે તેઓ તરફ લક્ષ્ય દેવું નહીં. અજાણ્યા અને ગાંડાની માફક વર્તન ચલાવી પોતાનો આગળ અભ્યાસ વધાર્યા કરવો. પોતાના કૃત્યને લોકો પાખંડ કહે, ઢોંગ કહે તે પણ દુનિયાને ચમત્કાર વા પોતાની પરીક્ષા જણાવવાની બાબતમાં પડવું નહીં. પ્રસંગે મનુષ્યોને ધમપદેશ આપવો હોય તો તેના અધિકાર પ્રમાણે આપવો. યોગ્ય અધિકારીને કંઈ જણાવવું હોય તે જણાવવું. નાસ્તિક લોકો સમાધિની વાતને ગપ માને તો કંઈ બોલવું નહીં. પોતાના અધુરા અભ્યારસમાં કોઈ પણ વિઘકારક બાબતમાં પડવું નહીં, ગમે તેવી ઉપાધિ આવી પડે તો તેને સહવી. પિતાના શિષ્યોને પણ પોતાને જે જે અનુભવો થાય તે કહેવા નહીં. સદાકાળ વ્યવહારસમાધિમાં રહેવા પ્રયત્ન કરવો.
For Private And Personal Use Only