Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 262
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિમાટે પ્રયત્ન કરે છે. ગમે તે રીતે પણ સંસાર હેતુઓનો નાશ કરી સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એજ તેના હૃદયમાં સ્ફુરે છે અને તેથી યથાશક્તિ પરમાત્મપદ પ્રાપ્તિ માટે સમ્યગ્દષ્ટિ પ્રવૃત્તિ કરે છે. ભૂખ્યાને ભોજનની જેવી ઈચ્છા હોય છે, તૃષાતુરને જલની જેવી ઈચ્છા હોય છે, તેવીજ રીતે સમ્યગદૃષ્ટિને પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહે છે. સમ્યગ્દષ્ટિના મનમાં પરમાત્મપદની ઈચ્છા અતિ પ્રમળથી જાચત્ થતાં તે શું કરે છે તે જણાવે છે. જોવો संतश्राद्धधर्मे च यथाशक्ति प्रवर्तते । " ज्ञानादीनां समाचारान् गृह्णाति विधितः स्वयम् ॥ ८४ ॥ अनन्तदुःखदावायौ, संसारेहि सुखं कुतः । कुटुम्बादिममत्रं च केवलं दुःख कारणम् ॥ ८५ ॥ શબ્દાર્થ:—સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવ, પોતાની શક્તિ પ્રમાણે શ્રાવક અગર સાધુના ધર્મમાં પ્રવૃત્તિ કરે છે અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપગચાર અને વીર્યના આચારોને પોતે વિધિથી ગ્રહણ કરે છે. તે મનમાં એમ વગે છે કે અનન્તદુઃખથી મળતા અગ્નિસમાન એવા આ સંસારમાં ક્યાંથી સુખ હોય? અલમત હોય નહીં, તેમજ કુટુંબ વગેરેનું મમત્વ, કૈવલ દુ:ખનું કારણ છે એમ જાણે છે. ભાવાર્થ:-સમ્યગ્દષ્ટિ બન્ય જીવ, પોતાની જગત્ એલી શક્તિનું ઉલ્લંઘન કરતો નથી, કારણ કે તેને સંસારબંધનમાંથી છૂટવાનુંજ લક્ષ્ય હોય છે. સમ્યગદ્રષ્ટિ પોતાની શક્તિ પ્રમાણે સાધુનો અગર શ્રાવકનો ધર્મ અંગીકાર કરે છે. પાંજરામાં પુરેલો સિંહ બહાર નીકળવા જેવો પ્રયત્ન કરે તેના કરતાં અધિક પ્રયતને સમ્યગ્દષ્ટિ જીવ કરે છે. જેટલી પોતાની શક્તિ પ્રગટી હોય તે પ્રમાણે આગળ ને આગળ ચઢવાને ઉત્સાહથી પ્રયત્ન કરે છે. પોતાનાથી બનતાં એવાં જે ધમની ઉન્નતિનાં કાર્યાને સદાકાળ કરે છે, ધાર્મિક જીવન ગાળે છે અને જગત્ના ભલા માટે શાશક્તિ પ્રયત્ન કરે છે. જ્ઞાનદર્શન, ચારિત્ર, તપ અને વીય શક્તિને ખીલવવાના આચારોને સદાકાળ અત્યંત પ્રેમથી આચરે છે. અનન્ત દુઃખથી ખળના અશિરામાન એવા સંસારમાં તેને કોઇ પણ હેંકાણે સુખ ભાસતું નથી; સંસારની દશાને સંસારપણે દેખે છે, અર્થાત્ સ્ત્રી, પુત્ર, ભાઇ, માતા, પિતા આદિથી ગ્રાહ્ય એવા ધન, વૈભવ આફ્રિમાં મમત્ત્વ કરવું તેજ દુઃખનું કારણ છે એમ તેને ભાસે છે; જો કે જ્યાંસુધી ગૃહાવાસમાં રહે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290