________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) ચિન્તા ટળવાથી બુદ્ધિનો પ્રકાશ થાય છે. શ્રીતીર્થકર ભગવન્તોએ ભાવ ચારિત્રની પ્રાપ્તિ માટે સર્વ બાહ્ય સંગના ત્યાગરૂપ દ્રવ્ય ચારિત્ર અંગીકાર કર્યું, તેમ અન્યોએ પણ કરવું જોઈએ. સર્વવિરતિ ચારિત્ર અંગીકાર ન કરી શકાય તો દેશ વિરતિ ચારિત્રને અંગીકાર કરવું. સમ્યકત્વ શ્રદ્ધાપૂર્વક ચારિત્રની સફલતા થાય છે, પણ કહેવાનું કે, જ્ઞાન અને દર્શનવડે સાધ્ય ચારિત્ર છે, માટે તે એથી પણ ચારિત્રની ઉત્તમતા સિદ્ધ થાય છે. જ્ઞાન અને દશનવિના શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ થઈ શકતી નથી. વેષ, ક્રિયા અને આ ભાના સદ્ગુણો, તેમજ તેવો ઉપદેશ એવા ચારિત્રવિના ચારિત્રધારકની શોભા થઈ શકતી નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ, મમત્વ ત્યાગ એ પંચને મહાવ્રત કહે છે, વ્યવહારથી એ પંચ મહાવ્રતને દ્રવ્ય ચારિત્ર કહે છે. આમામાં જે જે અંશે સ્થિરતા થાય તે તે અંશે ભાવ ચારિત્ર કહે વાય છે. ક્ષાયિક ભાવે સંપૂર્ણ સ્થિરતા થતાં પરિપૂર્ણ નિશ્ચય ચારિત્ર પ્રગટે છે.
માવજત્ર. મનમાં ઉત્પન્ન થતા રાગ અને દ્વેષનો ક્ષય કરવો, તથા ઈષ્ય, કલેશ, શક, મમત્વ અને અનેક પ્રકારની બાહ્ય પદાર્થોની ઇચ્છાઓ, વગેરેની મનમાં અનેક વાસનાઓ તથા તેના સંસ્કારો હોય છે, એ સર્વનો નાશ કરવો જોઈએ. આત્માના શુદ્ધ વર્તનનું સ્મરણ કરવું જોઈએ. દરેક ક્રિયાઓ કરતાં મગજને તાબમાં રાખવું જોઇએ. સર્વ જડ પદાર્થોમાં રમણીયપણું અથવા અરમણીયપણું નથી, તેમ છતાં મનુષ્યો તેમાં સ્વબુદિતઃ ઈષ્ટવ અને અનિષ્ટ કહ્યું છે, પણ તેમાંથી ઈષ્ટ અને અનિષ્ટપણાની કલ્પના ઉઠી જવી જોઈએ. ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની કલ્પના જેમ જેમ ઉઠવા માંડે છે, તેમ તેમ બાહ્યનિમિત્તો દ્વારા મનમાં થતા હર્ષ અને શોકને નાશ થાય છે. કોઈ પદાર્થ ઉપર રાગ અથવા કોઈ પદાર્થ ઉપર દ્વેષ પ્રગટ થતું નથી. આત્માના ગુણની પ્રવૃત્તિ થાય છે. બાહ્ય પદાર્થો તટસ્થ સાક્ષીભૂત દ્રષ્ટિથી દેખાય છે અને તેમાં પ્રવૃત્તિ પણ અલિપ્તપણે પ્રારબ્ધતઃ કરાય છે, આમ ભાવ ચારિત્રનું વર્તન અહર્નિશ વૃદ્ધિ પામે છે અને તેથી ધર્મધ્યાન અને શુકલધ્યાનને પરિણામ વિશેષતઃ જાગ્રત રહે છે. આવી ભાવચારિત્ર દશામાં અનંત કમાનો નાશ થાય છે અને આત્મા કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરી પરમાતમસ્વરૂપમય થાય છે, માટે વ્યવહાર ચારિત્રપૂર્વક ભાવચારિત્ર ગુણવૃદ્ધિ માટે સ્વશક્તિ અનુસારતઃ પ્રવૃત્તિ કરવી.
દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્રમાં કારણું કાર્ય ભાવને સંબંધ છે તે જણાવે છે,
જોવા भावचारित्रकार्येहि, द्रव्यचारित्रकारणम् । कार्यकारणभावस्य, व्यवस्था सम्प्रवर्तते ॥ ६८ ॥ યો. ૨૬
For Private And Personal Use Only