________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) શબ્દાર્થ:–અસંખ્ય ગોવડે મુક્તિ થાય છે તેમાં અવ સંશય નથી, તે અસંખ્ય યોગોમાં પણ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ વિશેષતઃ મુખ્ય યોગ છે.
ભાવાર્થ:–અસંખ્યયોગથી મુક્તિ છે એમ શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે માટે કોઈએ અમુક જ એકલા યોગથી મુક્તિ છે એ પક્ષપાત, કદાગ્રહ કરવો નહિ. શ્રી કેવલજ્ઞાનીએ જ્યારે અસંખ્યયોગથી મુક્તિ કહી છે ત્યારે આપણે એકાંત અમુક જ યોગની પ્રરૂપણ કરીએ તે અયોગ્ય ગણાય. અસંખ્યયોગમાં મુખ્ય ત્રણ યોગ કહ્યા છે. તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં ત્રણ યોગનું સ્વરૂપ વિશેષતઃ લખવામાં આવ્યું છે. આ ત્રણ યોગ પૈકી એકેક યોગનું સ્વરૂપ લખતાં એકેક યોગનોજ મહાન ગ્રન્થ થઈ જાય માટે વિશેષ તત્વના અર્થીઓએ તત્વાર્થ આદિ સૂત્રે વિલકવાં. અત્ર તે સામાન્ય વ્યાખ્યા આપવામાં આવે છે.
સમ્યક પ્રકારે વસ્તુઓનું સ્વરૂપ જેનાથી જણાય હેને જ્ઞાન કહે છે. સમ્યક પ્રકારે વસ્તુઓનું સ્વરૂપ જાણું તે પ્રમાણે શ્રદ્ધા, ( નિશ્ચય) કરવી હેને વ્યવહારથી દર્શન કહે છે.
આત્માની સ્વાભાવિક (નેચરલ ) સ્થિરતાને માટે બાહ્ય અને અન્યત્તર જે જે ક્રિયાઓ કરવી હેને ચારિત્ર કહે છે. હિંસા, જૂઠ, ચોરી, મથુન, પરિગ્રહ, અને રાત્રી ભોજન વગેરે દોષ ટાળવા માટે તે દોષોના સામી દિક્ષાપૂર્વક જે પ્રવૃત્તિ કરવામાં આવે છે હેને વ્યવહારચારિત્ર કહે છે. અનેક તીર્થકરો થયા, અને થશે તેઓને વ્યવહારચારિત્ર અંગીકાર કરવું પડે છે,
વ્યવહારચારિત્રથી બાહ્ય સ્થલ દોષોનો નિરોધ થાય છે. અને બાહ્ય ઉપાધિયો કે જે કામક્રોધાદિક દોષોને ઉત્તેજિત કરે છે તેઓનો પણ નાશ થતાં મનની શાંતાવસ્થા પ્રગટે છે.
મન વચન અને કાયાથી હિંસાનો ત્યાગ કરવાથી અનેક ભવનાં સંચિ. તકમનો ક્ષય થાય છે, સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં માલુમ પડે છે કે, દયાથી સ્વર્ગ અને સિદ્ધિનાં સુખ મળે છે, જેણે દયા પાળી તેણે સર્વ પાળ્યું એમ કહેવામાં જરામાત્ર વિરોધ જણાતો નથી. દયા કરનાર છવ સર્વ જીવોની સાથે વૈરવિરોધ ધારણ કરી શકતો નથી, દયાનો અમૂલ્ય ધર્મ કોઈ વિરલા
જીવો પાળી શકે છે. કોઈ પણ જીવોની હિંસા કરીને પોતાના શરીરનું પિષણ કરવું એ અધર્મ છે માટે દરેક જીવને મરતા બચાવી તેઓનું રક્ષણ કરવું જોઈએ. કોઈને જીવને જરામાત્ર પણ દુઃખવવો નહિ એજ સત્ય દયાધર્મ છે. દયાનું ઉચ્ચ વર્તન ધારણ કરવું એ ઉત્તમ ચારિત્ર છે. કોઈના પ્રાણને હણવા નહિ, હણાવવા નહિ. હણનારાઓની પ્રશંસા કરવી નહીં. દયા પાળવી, પળાવવી અને દયા પાળનારાઓની પ્રશંસા કરવી. આ પ્ર
For Private And Personal Use Only