Book Title: Yogadipak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 193
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫ર ) ચાલતું નથી.–સંતોષરૂપ દેવની આગળ લોભરૂપ પિશાચનું કશું કંઈ ચાલતું નથી. આ દુનિયાના પદાર્થો કોઈના થયા નથી ને થવાના નથી. બાપાની લક્ષ્મી કોઈ સાથે લેઈ ગયું નથી અને લેઈ જનાર નથી. ક્ષણિક પદાર્થોમાં સત્યસુખની આશા રાખવી તે વ્યર્થ છે. લોભના વિચારો જેમ જેમ મંદ પડે છે તેમ તેમ સંસારની ઉપાધિ ઘટવા માંડે છે. જડવસ્તુઓને જડરૂપે દેખવાથી તેમાં લાભ થતો નથી. અનાદિકાળથી લોભદશા ચાલી આવે છે અને અજ્ઞાનથી તે ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે; તોપણ આમિકશાને વિચારતાં લોભનો ઉદય શાંત પડે છે. મોટા મોટા મુનિવરો લોભના ઉદયને રોકી કર્મક્ષય કરી મુક્તિમાં ગયા છે. લોભ ગમે તેવો બળવાન હોય તો પણ તે ક્ષય સ્વભાવવાળો છે તેથી અને તેનો ક્ષય થાય છે. આત્મજ્ઞાનબળથી લભનો સર્વથાપ્રકારે ક્ષય કરી શકાય છે. પરવસ્તુઓમાંથી અહત્વ છૂટતાં જડમાં લોભ થતો નથી. અજ્ઞાનિયો જડવસ્તુઓને લક્ષ્મીરૂપ માને છે પણ જ્ઞાનિ પુરૂષો લક્ષ્મીને નાકના મેલ સમાન ગણે છે. ગમે તે પ્રકારની બાહ્યવસ્તુઓમાં મોહ પામતા નથી. જ્ઞાનિ પુરૂષો એમ જાણે છે કે આત્માના શુદ્ધધર્મની જે લક્ષ્મી છે, તેજ આત્માની લમી છે; બાકી જડરૂપ જે વસ્તુઓ છે તેમાં પોતાનું કંઈ પણ નથી; ત્યારે તેમાં લોભ પામવાનું કઈ પણ પ્રયોજન દેખાતું નથી. રાજા અને બાદશાહ, પરવસ્તુઓના લોભમાં શ્વાસોચ્છાસ પૂર્ણ કરીને અનેક મૃત્યુ પામ્યા અને પામશે. લક્ષ્મી કોઈની સાથે ગઈ નથી અને જવાની નથી. મનુષ્ય, પોતે બાહ્યની લક્ષ્મીને હારી હારી માની વળગી પડે છે પણ લક્ષ્મી કંઈ હેને વળગતી નથી. જે જડ વસ્તુઓ કંઈ પણ સમજતી નથી તેને પોતાની કેમ માનવી જોઇએ ? કારણ કે તે જડ હોવાથી વિજાતીય છે. તેમજ જે વસ્તુઓ આત્માથી ભિન્ન છે અને ક્ષણિક છે તેને પોતાની કેમ માનવી જોઈએ? જે વસ્તુઓ ઈન્દ્રજાળની પેઠે કત્રિમ છે તેને પોતાની કેમ માનવી જોઈએ ? આત્મજ્ઞાનિયો મનમાં થતા લોભને તુર્તજ દૂર કરે છે અને લોભનો નાશ કરીને મન:પ્રત્યાહારને સાધે છે. અનેક પુરૂષો ચાર પ્રકારના લોભને ક્ષય કરી મુક્તિમાં ગયા અને જશે. મનમાં થતા લોભનો નાશ થઈ શકે છે. જે જે ઉપાયોથી મનમાંથી લોભ જાય તે તે ઉપાયોને અવલંબવા અને સંતોષગુણની પ્રાપ્તિ કરી પરમશાંતિ મેળવવી. મમતા. મનમાં ઉત્પન્ન થતી મમતા વાર્યા વિના મનનો પ્રત્યાહાર સિદ્ધ થત નથી. મનમાં ઉત્પન્ન થએલી મમતાથી ઈન્દ્રિયોની તતદ્ વિષયોમાં પ્રવૃત્તિ થાય છે. મનમાં ઉત્પન્ન થએલ મમતાના બળથી ઈન્દ્રિયો પર ઘણી અસર થાય છે અને તે દોડદોડા કરી મૂકે છે; મનમાંથી મમતા જતાં ઈન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ પડે છે. માટે પ્રત્યાહારના સાધકે મનમાંથી મમતાને દૂર કરવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290