________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ )
અને દ્વેષની ભાવનાઓ ક્ષય પામતી જાય છે; અને આત્મદશાની ઉજ્વલતા થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો જાય છે, અને તેથી જ્ઞાનવડે રાર્વ પદાર્થોનો આત્મામાં ભાસ થાય છે; તેજ આત્માને વ્યુત્પત્તિથી સિદ્ધ કરી તાવે છે.
श्लोकः मीयन्ते सर्वतोभावा, अनेन ब्रह्मचक्षुपा ।
आत्मेति कथ्यते तेन, सम्यग्रव्युत्पत्तियोगतः ॥ १२ ॥ શબ્દાર્થ:——જે આત્માના જ્ઞાનગુણવડે સર્વ પદાર્થો જણાય છે, મ પાય છે આથી તે સભ્યન્ગ્યુત્પત્તિયોગથી આત્મા કહેવાય છે.
ભાવાર્થ:—આત્મા જ્ઞાનગુવડે સર્વ પદાર્થાને જાણી શકે છે. કો પણ પદાર્થ એવો નથી કે તે આત્માના જ્ઞાનગુણમાં ભાસ્યા વિના રહે. જેમ જેમ કર્માવરણોથી રહિત આત્મા થતો જાય છે, તેમ તેમ જ્ઞાનમાં વિશેષ વિશેષ પદાર્થો ભાસતા ાય છે. છેવટ સર્વથા જ્ઞાનાવરણીયકર્મનો નાશ થતાં સંપૂર્ણ પદાર્થાનો કેવલજ્ઞાનમાં ભાસ થાય છે, ત્યારે આત્મા તે પરમાત્મા કહેવાય છે. સર્વ પદાર્થો અમુક અમુક છે એમ જાણવાની શક્તિના લીધે આત્મા કહેવાય છે. આત્માની સર્વ શક્તિયોમાં જ્ઞાનશક્તિ મુખ્યતા ભોગવે છે, કારણ કે આત્માની અસ્તિતાનો પુરાવો જ્ઞાનક્તિ છે. આત્માનો જ્ઞાનગુણ સ્વાભાવિક ધર્મ છે, તેથી કોઈ પણ અવસ્થામાં જ્ઞાનગુણુ નાશ પામતો નથી. કેટલાક મતવાદિયો મુક્તાવસ્થામાં આત્મામાં જ્ઞાનનો નાશ માને છે, પણ તે યુક્તિયુક્ત વાત નથી. સંપૂર્ણ કર્મ આવરણોનો નાશ થતાં આમામાં સંપૂર્ણ કેવલજ્ઞાનગુણુ ખીલે છે. જ્યાં કોઈ પણ પદાર્થનું ભાન નહિ તે મુક્તિ કહેવાયજ નહીં. (ઈંટ અને પથ્થરના સમાન એવી મુક્તિને કોઈ ઇસ્હેજ નહીં.) આત્માનો જ્ઞાનગુણ બીલકુલ ગમે તેવાં જ્ઞાનાવરણ આવે તોપણ અવરાતો નથી. અવર્સ કાંતમો માળો નિશુલ્લાડિયો ઢોર જ્ઞાનનો
અનંતમો ભાગ નિત્ય ઉલ્લાડો રહે છે. સર્વકાલમાં જ્યાં ત્યાં જ્ઞાનથી આત્માને ઓળખી શકાય છે.
હવે તે જ્ઞાનનું વિશેષત: સ્વરૂપ બતાવે છે.
જો
"
विज्ञानमात्मनो धर्मः खान्यभावप्रकाशकम् | आत्मनो ज्ञानपर्याये, लोकाऽलोकं विलीयते ॥ १३ ॥ શબ્દાર્થ:—વિજ્ઞાન છે તે આત્માનો મૂળસ્વાભાવિક ધર્મ છે. અને
For Private And Personal Use Only