________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) શક્તિ જેનામાં છે તે જ્ઞાન છે. સામાન્યપણે દેખવાની શક્તિ તે દર્શન કહેવાય છે. આત્મા સ્વશુદ્ધસ્વભાવમાં રમે તે ચારિત્ર કહેવાય છે, આત્માની અંતરાયકર્મના નાશથી શક્તિ પ્રગટે છે તેને વીર્યશક્તિ કહે છે. બાહ્ય વસ્તુઓના સંબંધવાળી ઇન્દ્રિયની ક્રિયા વિના પણ નિર્વિકલ્પ દશામાં જે આનદનો સ્વાદ આપે છે તે આત્માને આનંદગુણ જાણવો.
નિર્વિકલપદશા થતાં આત્માનો આનંદ આત્મા પોતે જ જાણે છે ત્યાં અન્ય પ્રમાણની જરૂર નથી. જેમ પોતે ગોળ ખાધો અને તે ગળ્યો લાગ્યો તેમાં અનુમાન આદિનાં પ્રમાણોની મારામારીની શી જરૂર ? સાકર મુખમાં નાખી અને મીઠી લાગી તે લોકો માને નહીં તેમાં સમ ખાવાની શી જરૂર? અલબત કંઈ નહિ, તેમ આમાનું ધ્યાન કર્યું, આત્માનો આનંદ અનુભવાયો, ચાખ્યો તેમાં પોતે જ સાક્ષી છે. પુસ્તકોની સાક્ષી આપવાની શી જરૂર ? અધ્યાત્મસ્વરૂપમાં રમણતા કરતાં આનંદની ખુમારી આવી તે પ્રત્યક્ષ અનુભવથી અનુભવાઈ તે અન્ય ન માને તો શું તેથી આત્માનંદ ઉડી ગયો ? ના કદી નહિ. કોઈએ રાજાને દડો અને બસે આંધળા એમ કહે કે, અમે દેખતા નથી માટે રાજા નથી તેથી શું રાજા ન દેખાવાનો ? અલબત દેખાવાનો. ઘુવડે સૂર્યને ન દેખી શકે, તેથી સુર્ય નથી એમ પોકારે તેથી શું સૂર્ય નથી? અલબત છે. તેમ જેણે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, આત્મધ્યાન કરી આત્માની નિર્વિકલ્પદશા મેળવી નથી તેને આત્માનો આનંદ મળતો નથી તેથી શું આત્માનો આનંદ ન માનવો? અલબત માનવો જોઈએ. કારણ કે, ધ્યાન કરતાં હાલ પણ નિર્વિકલ્પદશામાં આત્માનો આનંદ ભોગવી શકાય છે. જે એ દશાને પ્રાપ્ત કરે છે તેને તેનો અનુભવ થાય છે. લેખક પણ જ્યારે જ્યારે ધ્યાન કરતાં નિર્વિક૯૫દશા પ્રાપ્ત કરે છે ત્યારે ત્યારે આત્માનો આનંદ પ્રત્યક્ષ વેદે છે અને જ્યારે નિર્વિકલ્પદશાનું ઉત્થાન થાય છે ત્યારે આવરણો આવવાથી આત્માનો આનંદ વેદી શકતો નથી. પાછો ધ્યાન કરી નિર્વિક૯પદશામાં સમાધિસ્થ રહે છે ત્યારે સાક્ષાત આનંદ વેદે છે, તેથી તેને ક્ષણિક પોલિક આનંદ ઉપર રૂચિ થતી નથી. વિકલ્પ અને સંક૯પરૂપ આવરણો સર્વથા જે ખસી જાય તો સદાકાળ આત્માનો આનંદ ભોગવી શકાય. જ્યારે લેખક નિર્વિકલ્પદશામાં રહે છે ત્યારે તેને જે આનંદ થાય છે તે વર્ણવી શકાતો નથી તેમ બીજાને કહી શકાતો પણ નથી. હું જે આત્માને આનંદ ભેગવું છું તે આનંદને અન્ય ન માને તો મારે શું? મને સાક્ષાત્ તેનો અનુભવ થાય છે તેમાં અન્ય પ્રમાણની શી જરૂર ? સાક્ષાત્ ચક્ષુથી ઘટ, પટ, ઝાડ વગેરે પદાર્થો દેખાય તો તેમાં દીપક લાવવાની શી જરૂર, તેમજ તેમાં પુસ્તકોની સાક્ષીની શી જરૂર ? અલબત કંઈ નહિ–આમાનું અનંત વીર્ય છે, તેની શુદ્ધિ થતાં પરમાં પરિણમતું નથી. ચૌદ રાજલોકમાં અનેક
For Private And Personal Use Only