________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણઠાણે લોભનો ક્ષય થતાં ક્ષપકશ્રેણિમાં મોહનીયનો ક્ષાયિકભાવ તથા ક્ષયોપશમભાવનું વીર્ય હોય છે. હાલ સાતમા ગુણસ્થાનક પર્યત જઈ શકાય છે. સાતમા ગુણસ્થાનકે ક્ષયોપશમભાવનું જ્ઞાન હોય છે. ચારિત્રમોહનીયનો ઉપશમ વા ક્ષયોપશમભાવ હોય છે, ક્ષયોપશમભાવનું વીર્ય હોય છે, ભાવમન તથા દ્રવ્યમાન હોય છે, શુકલેશ્યાનાં વિશુદ્ધ પરિણામ હોય છે, સાતમા ગુણસ્થાનકે જે ધ્યાન છે તેમાં શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય છે, અને ત્યાં સહાથતા મનની વર્તે છે.
અત્ર કહેવાનું કે, ધ્યાનમાં જ્ઞાન, ચારિત્ર, સમ્યકત્વ અને વીર્ય એ ચાર ગુણની પ્રવૃત્તિ દેખાય છે. ધ્યાનમાં ઉપયોગ હોવાથી શ્રુતજ્ઞાનનો વ્યાપાર કરે છે, સમ્યકત્વ પણ કોઈ જાતનું હોવાથી ત્યાં સમ્યકત્વ પણ ઘટે છે, ચારિત્રમોહનીયનો ઉપશમ વા ક્ષયોપશમભાવ હોવાથી ત્યાં ચારિત્રનો વ્યાપાર પણ ઘટે છે. ક્ષયોપશમભાવનું વીર્ય હોવાથી જ્ઞાન, ચારિત્રાદિ ગુણોની શક્તિને પણ બળ મળે છે. ભાવમન પણ શુકલેશ્યામય હોવાથી વિશુદ્ધ પરિણમવાળું શ્રેય છે, તે વખતે આત્માને સુખ ગુણ પણ આવરણોનો નાશ થવાથી સાક્ષાત અનુભવાય છે, આવી આત્મધ્યાનની દશામાં અપ્રમત્તપણું મુખ્યપણે વર્તે છે. અનુત્તરવિમાનવાસી દેવતાનાં સુખ કરતાં પણ આત્મા તે વખતે અનંતગુણ સહજસુખને ભોક્તા બને છે.
ધ્યાન વખતે ક્ષયપશમભાવનું વીર્ય પણ રાગદ્વેષમાં પરિણમતું નથી માટે તે નિશ્ચલ કહેવાય છે. ક્ષયોપશમભાવનું વીર્ય છે તે આત્મામાં રમતારૂપ ક્રિયા કરે છે તેથી તે પણ ક્રિયારૂપ કારણકાર્યની અપેક્ષાએ કહેવાય છે.
ધ્યાનમાં જે શક્તિ વિશેષ ભાસે છે તે વીર્ય છે. તેમજ જે સ્થિરતા ભાસે છે તે ચારિત્ર છે. જે ઉપયોગ છે તે જ્ઞાન છે, ધ્યાનને બળ આપવાની ક્રિયા, ક્ષયપશમવીર્યની છે. મનોબલ, વચનબલ અને કાયબલ પણ ક્ષયોપશમવીર્ય કહેવાય છે, મનોબલ જે ધ્યાનમાં વર્તે છે તે પણ ક્રિયાવિશેષ અપેિક્ષાએ જણાય છે,
આત્મધ્યાન માં ક્ષયોપશમવીર્યની શુદ્ધતા અને પ્રાધાન્યપણું ભાસે છે. મન તે વખતે પરપરિણતિમાં હેતું નથી તેથી અપેક્ષાએ નિશ્ચલ શુક્રવીર્ય કહેવાય છે, તેના પણ મંદ, તીવ્ર આદિ અનેક ભેદ અપેક્ષાથી કહેવાય છે. ક્ષયોપશમવીર્યરૂપ જે ક્રિયા આત્માના સ્વરૂપમાં જ્ઞાનોપયોગની સાથે પરિણમે છે તે ક્રિયા છે અને તે આત્માનું ધ્યાન કહેવાય છે, મનોબેલ અનાદિકાળથી પરમાં પરિણમતું હતું તે જ્યારથી આત્મામાં જ્ઞાનોપયોગે પરિણમે ત્યારથી તે આત્માની શુદ્ધક્રિયારૂપ ધ્યાન કહેવાય છે. આત્માના ધર્મની સ્થિરતામાં જ્ઞાનસત ધ્યાન છે. જ્ઞાનસત્તધ્યાન એ
યો, ૯
For Private And Personal Use Only