________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
સમતા કહે છે કે એક હું મોટી સ્ટીમર છું. મારામાં એસી અનેક ભવ્ય જીવો સંસારસાગરની પેલીપાર જાય છે. સમતા કહે છે કે જ્યાં હું ત્યાં રાગદ્વેષ રહેવા પામતા નથી. સમતા કહે છે કે, અનંતકાળનાં લાગેલાં કર્મ પણ હું કાચી એ ઘડીમાં ખેરવી નાખુ છું. સમતા કહે છે કે, મુક્તિ મ્હારા હાથમાં છે, આ ઉપરથી ભવ્ય જીવોએ સમજવું કે સમતા સદાકાળ સુખકારી છે.
હવે સામ્યભાવ વા સમતાનું વિવેચન વિશેષત: કરાય છે, સમતા તેજ ભાવચારિત્ર છે.
જોજ साम्यमेवहि चारित्रं, सर्वदा सम्मतं स्फुटम् ।
फलं ज्ञानस्य साम्यं वै, सूत्रेषु तत् प्रकीर्तितम् ॥ ३९ ॥ શબ્દાર્થ:- *—સમતા તેજ ભાવચારિત્ર છે, હમેશ તે ભાવથી પ્રત્યક્ષ છે. જ્ઞાનનું ફળ સમતા છે, એમ સૂત્રેામાં કહ્યું છે. ભાવાર્થ:—જિનવાણી અનુસાર દીક્ષા અંગીકાર કરવી તે દ્રવ્યચારિત્ર છે, અને સમભાવદશા પ્રાપ્ત કરવી તે ભાવચારિત્ર છે. દ્રવ્યચારિત્રથી ભાવચારિત્રની પ્રગટતા થાય છે. વ્યચારિત્ર કારણ છે અને ભાવચારિત્ર કાર્ય છે, સર્વ તીર્થંકરો દ્રવ્યચારિત્ર અંગીકાર કરી ભાવચારિત્ર પ્રગટ કરે છે તેથી સિદ્ધ થાય છે કે ઉપાધિનાશક દ્રવ્યચારિત્ર હોવાથી ભાવચારિત્રરૂપ કાર્યની સિદ્ધિ કરે એમાં કાંઈ પણ સંશય નથી. દ્રવ્યચારિત્ર વિના ગૃહસ્થને કોઈ વખત અત્યંત પરિણામની વિશુદ્ધિથી સામ્યભાવરૂપ ભાવચારિત્ર-અપવાદમાર્ગપ્રગટે છે એમ જાણવું. દ્રવ્યચારિત્રનું પણ સાધ્યબિંદુ સામ્યભાવ છે. ज्ञाननुं फळ साम्यभाव छे.
આત્મજ્ઞાનનું ફુલ સમતા છે એમ શાસ્ત્રકારો પ્રતિપાદન કરે છે, જ્ઞાનવિના સમતા પણ આવતી નથી. રાગદ્વેષથી વિરામ પામવો તે વિરતિ કહેવાય છે અને તે વિત્તિ તેજ સમતા કહેવાય છે. સમતાથી આનન્દ પ્રગટે છે માટે ભાવચારિત્ર તે અનન્વરૂપ ગણાય છે. ચારિત્ર ત્યાં આનંદ, અને જ્યાં આત્માનન્દ હોય ત્યાં અપેક્ષાએ ચારિત્ર હોય છે. સમતારૂપ ચારિત્ર જગના પ્રત્યેક મનુષ્યો ધારણ કરે તો જગમાં અદ્ભુત શાંતિ પ્રસરી રહે. નાતજાતના ભેદ વિના સમતારૂપ ભાવચારિત્ર ધારણ કરવાનો સર્વેને અધિકાર છે. સમતારૂપ ચારિત્રના પ્રતાપે સર્વ દેશોમાં પણ મારામારી, લડાઈ, ટંટા, યુદ્ધ, ગાળાગાળી, કલેશ, નિંદા, ઈર્ષ્યા, કુસંપ વગેરે દુર્ગુણોનો નાશ થાય છે. કુટુંબમાં ક્લેશ કંકાસ રહેતો નથી, સાધુવર્ગમાં પણ સામ્યભાવની
For Private And Personal Use Only