________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ ) સાત ધાતુનું શરીર બનેલું છે તેમાંની એક ધાતુ પણ આત્માની નથી, શરી૨માંથી આત્મા નીકળી જાય છે ત્યારે સાત ધાતુઓનું રૂપાંતર થઈ જાય છે અને તે વળી અન્ય જીવના શરીરપણે પરિણમે છે. મનુષ્યના આત્માએ ભૂતકાળમાં અનંત શરીરો ધારણ કર્યા હતાં, તે શરીરો રૂપાંતર પામી અનેક જીવોના શરીરરૂપે પરિણમ્યાં હશે. હાલ પણ જે શરીરો દેખાય છે તે ભવિધ્યકાલમાં અન્ય શરીર વગેરે આકારોમાં ગોઠવાઈ જશે અને તેના માલીક અનેક અન્ય જીવો થશે, તેને માટે પરસ્પર લડાઈ પણ કરશે. હાલ જે સ્ત્રીના શરીરના પુકલ છે તે કોઈ વખત માતાના શરીરરૂપે પરિણમેલા હતા, અનેકપણે પરિણમવાનો પુકલનો સ્વભાવ છે. અહે ! ક્યા પદાર્થ ઉપર ભમતા રાખવી જોઈએ? જે પદાર્થો ઘડીમાં શાતા વેદનીયના હેતુપણે પરિણમેલા હોઈ વહાલા લાગે છે, તેના ઉપર રાગ થાય છે, તેજ પદાર્થો અશાતા વેદનીયન હેતુભૂત થતાં તેઓના પ્રતિ દ્વેષ પ્રગટે છે.
જે દૂધપાક ખાવાપર રાગ હોય છે તેના ઉપર ઘડીમાં કારણવશાત્ દ્વેષ પ્રગટે છે. દૂધપાકમાં કંઈ રાગદ્વેષ નથી પણ દૂધપાકપર મનથી રાગદ્વેષ થાય છે.
આ પ્રમાણે ખરેખર રાગદ્વેપ મનમાંથી ઉઠે છે, ત્યારે એમ સિદ્ધ થયું કે બાહ્યવસ્તુઓ ઈષ્ટ વા અનિષ્ટ નથી, પણ બાહ્ય વસ્તુઓને ઈષ્ટ વા અનિષ્ટ માની લેનાર મન છે. ઈષ્ટ અને અનિષ્ટપણાની કપના ધારણ કરનાર મન છે. મનમાં ઇષ્ટનિષ્ટપણું મેહથી કપાએલું છે. જ્યારે બાહ્યવસ્તુઓમાં ઇષ્ટ નિર્ણપણું નથી ત્યારે તેપર શા માટે રાગદ્વેષ ધારણ કરવો જોઈએ ? ખરેખર જ્ઞાનિયોને બાહ્યવસ્તુ પર રાગ વા દેપ કરવો યોગ્ય નથી. દુઃખે માથું અને કેટે પિટ. તેમજ પાડાને રોગ અને પખાલીને ડામ દેવાની પેડ આપણે બાઘવસ્તુઓને નિંદીએ છીએ. શા માટે તેના ઉપર રાગ થાય છે. બાહ્યવસ્તુઓ કહે છે કે, અમારામાં ઈષ્ટપણે વા અનિષ્ટપણું કંઈ નથી. ત્યારે શા માટે તમારી રાગ પ્રવૃત્તિથી હે મનુષ્યો ! તમે અમને નિદો છો, સ્તવે છે. ચંદ્રને દેખી કેટલાકને શિતળપણાના ગુણથી તેના ઉપર રાગ પ્રગટે છે અને વિરહિણીઓને તેના ઉપર દ્વેષ પ્રગટે છે. વસ્તુતઃ વિચારીએ તો ચંદ્રના વિમાનને દેખી મનુષ્યો ફક્ત મનની કલ્પનાથીજ રાગદ્વેષ કરે છે, તેમાં ચંદ્રના વિમાનને કંઈ નથી. તેમજ બાહ્યપદાર્થો ઉપર રાગદ્વેષ થાય છે તે ખરેખર આત્માની બ્રાંતિથી જ થાય છે. કોઈ છોકરો લાકડાના ઘોડા ઉપર બેસે છે ત્યારે રાગ કરે છે અને જ્યારે તે ઉપરથી પડી જાય છે ત્યારે લાકડાના ઘોડાને સોટી મારે છે. હવે વિચારો કે, લાકડાના ઘોડા પર બેસનાર છોકરાને રાગ વા ય થયો તેમાં લાકડાના ઘોડાને શું ? અલબત કંઈ નહિ. ખરેખર તેમાં છોકરાના મનમાં ઈશનિષ્ટપણું થયું તે જ કારણ છે.
સ્ત્રીનું સુન્દર રૂપ દેખી પુરૂષના મનમાં રાગ પ્રગટે અને સ્ત્રીની પ્રાર્થના
For Private And Personal Use Only