________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) હદયમાં અજ્ઞાન અને મમત્વ છે તો તે પશુપંખીના કરતાં વિશેષ ત્યાગી નથી. આ સર્વ મહારું આવો મમત્વભાવ ઉઠે છે તે સંસારમાં છતાં ત્યાગી થાય છે. દેશમમત્વ, કુળતિમમત્વ, કુળધર્મમમત્વ, ગ૭મમત્વ, શિષ્યમમત્વ, પુત્રમમત્વ, વસ્ત્રમમત્વ, થાનમમત્વ, અને ભક્તમમત્વ ઇત્યાદિ મમત્વમાં બંધાએલ છવ કર્મપાશથી છૂટી શકતો નથી. હું ત્યાગી; એવું અહંભાવરૂપ મમત્વ જ્યાં સુધી આત્મામાં આરોપવામાં આવે છે ત્યાં સુધી ખરેખરું ત્યાગીપણું પ્રગટતું નથી.
અજ્ઞાની જીવ સંસારના હેતુઓમાં પણ મમત્વ કપી સંવરના હેતુઓને આશ્રવહેતુઓપણે પરિણાવે છે અને જ્ઞાની જીવને તો મમત્વ થતું નથી, તેથી આશ્રવના હેતુઓને પણ સંવરપણે પરિણુમાવે છે. કહ્યું છે કે, અજ્ઞાની
જ્યાંથી બંધાય છે ત્યાંથી જ્ઞાની છુટે છે. જ્ઞાનિયો ખાતાં પીતાં આદિ અનેક કાર્ય કરતા હતા પણ મમત્વકાદવથી લેવાતા નથી. જ્ઞાની પુર બાહ્યવસ્તુ
ને ઉપભોગમાં લે છે, સંયમ રક્ષણાર્થ વાપરે છે, પરંતુ તેથી તેઓ પરિગ્રહી ગણાતા નથી. કારણ કે મૂચ્છ તેજ પરિગ્રહ છે. પણ કંઈ બાહ્યમાં ઉપકરણો પરિગ્રહરૂપ નથી, જે અન્તરમાંથી મમત્વભાવરૂપ પરિગ્રહ ટળ્યો તે ત્યાગવાનું કઈ બાકી રહેતું નથી. દશ વૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે મૂછા રાહ પુત્તોના પુૉળ તાવ, મૂચ્છ તેજ પરિગ્રહ સાતપુત્ર - હાવીરસ્વામીએ કહ્યો છે. સૂત્રોમાં કહેલા નિર્મમ ભાવથીજ આત્મા સર્વ વસ્તુઓથી પોતાને ભિન્ન માનતો છતો પોતાનો શુદ્ધ ધર્મ પામે છે. ગ્રતાદિકમાં પણ મમત્વભાવ રાખવાથી નિશ્ચયતઃ આત્મા છુટી શકતો નથી, વેપાદિકમાં પણ મમત્વભાવ રાખવાથી આત્મા પરિગ્રહ બંધનમાંથી છૂટી શકતો નથી. જ્યારે આત્મા મમત્વનો ત્યાગ કરે ત્યારે જ તે ત્યાગી થઈ સ્વરનું કલ્યાણ કરી શકશે. કેશલેચ કરવો સહેલ છે પણ અતરમાંથી પ્રેપ કાઢવો મહા મુશ્કેલ છે. વસ્ત્ર રંગીને પહેરવાં સહેલ છે પણ વૈરાગ્યથી હૃદયને રંગવું મુશ્કેલ છે. ગામોગામ પરિભ્રમણ કરી રહેલ છે પણ અન્તરથી ચિત્તની પરિભ્રમણતાનો ત્યાગ કરવો મુશ્કેલ છે. સ્ત્રીયાદિકનો બાહ્ય ત્યાગ કરવો સહેલ છે પણ કામપરિણતિનો ત્યાગ કરવો મુશ્કેલ છે. તાત્પટ્યર્થ એ છે કે બાહ્ય વસ્તુને ત્યાગ કરી અન્તરમાં રહેલા કામાદિક દોષોને
જો ત્યાગ ન કર્યો તો ખરેખરો ત્યાગ કહી શકાતો નથી. પરભાવ પરિણતિમાં પોતાનાપણું કંઈ નથી એમ નિશ્ચય કરી જે જે પરભાવના વિચારો આવે તેને પોતાના માનવા નહીં. તેના ઉપરથી મમત્વભાવ ઉઠાવવો જોઈએ, એવી રીતે પરવસ્તુ પરથી મમત્વભાવ ઉઠાવતાં આત્મા શુદ્ધ આત્મિક ધર્મને અવશ્ય પામે છે.
For Private And Personal Use Only