________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ –રાગ અને દ્વૈપના યોગે મન ચંચળ થઈને જ્યાં ત્યાં પરિ. ભ્રમણ કરે છે, ક્ષણમાત્ર પણ એક ઠેકાણે ઠરતું નથી. મને રાત્રી અને દીવસમાં જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે, વિદ્યુના વેગ કરતાં પણ મનની ગતિ અત્યંત વેગવાળી છે, આકાશમાં ચડી શકાય, કદાપિ પાતાળમાં પેશી શકાય પરંતુ મનને જીતવું મહાદુર્લભ છે, વ્યાકરણ અને ન્યાય શાસ્ત્રોનો અભ્યાસ મુખે કરી શકાય છે પરંતુ મનને વશ કરી શકાતું નથી. લોચ કરાય છે, પૃથ્વી ઉપર શયન કરી શકાય છે. પરંતુ મનને જીતી શકાતું નથી. લાંબાં લાંબાં ભાષણ આપી શકાય છે પરંતુ મનને જીતી શકાતું નથી. અનેક પ્રકારના હુજરો શોધી શકાય છે પરંતુ મનની શુદ્ધિ કરવાં દુષ્કર છે. અવધાને પણ બુદ્ધિના વાવથી કરી શકાય છે પણ મનની સ્થિરતા પ્રાપ્ત કરવી મહાદુર્લભ છે. વિજલીને પણ વશ કરી શકાય છે પણ બળવાન એવા મનને વશ કરવું દુષ્કર છે. (પ્રભુની પૂજા કરતાં પણ શેઠનું મન દેવાડે ગયું હતું. ) ખાતાં પણ મન અન્ય ચિતવે છે, પાણી પીનાં પગ મન અન્ય ચિતવે છે, ધર્મની ક્રિયાઓ કરતાં પણ મને અન્યત્ર પારેબ્રગે છે, ક્ષણમાં ગાડીનો અને ક્ષણમાં લાડીને વિચાર મનમાં આવ્યાં કરે છે. મન એટલું બધું ચંચળ છે કે રોને વશ કરવું તેના ઉપાયમાં મોટા મોટા ચોગિઓ પણ નિષ્ફળ નિવડે છે તે સામાન્યની તો શી વાત કરવી. જેટલા વિકાર છે તેટલા મનમાં પ્રગટે છે, માટે મન વશ કરતાં રાવ વિકારોનો જય થાય છે. મનને જીતવામાં અનેક પ્રકારના ઉપાયો યોજવા પડે છે, છટકી ગયેલું ઢોર હોય છે તેને પણ વશ કરવું હોય છે તો અનેક ઉપાય યોજવા પડે છે ત્યારે મનને વશ કરવામાં કેટલા ઉપાયો યોજવા જોઈએ ? આત્મજ્ઞાન થાય તે મનને વશ કરવાના ઉપાયો સુજે છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે
ગુરૂની ઉપાસના કરવી જોઈએ. મનને વશ કરવા માટે શાસ્ત્રકાર કહે છે કે, આત્માનું ધ્યાન કરવું જોઈએ. આત્માનું ધ્યાન કરતાં મનની સ્થિરતા થાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ત્યાગ કરીને ધર્મધ્યાન અને શુકલધ્યાનનું અવલંબન કરવું જોઈએ, ધર્મધ્યાન ધ્યાતાં અશુભ લશ્યાના વિચારોનો નાશ થાય છે અને શુભ લશ્યાના વિચારો પ્રગટ થાય છે. શુભ વિચારોમાં અનંતશક્તિ રહી છે. અશુભ વિચારોનો નાશ કરવો તે પણ પોતાના હાથમાં છે. સારા વિચારો કરવા તે પણ પોતાના હાથમાં છે, આમા ધારે તો શું કરી શકતો નથી ? કાયા, વાણી અને મનને વશ કરવાની શક્તિ, આત્મામાં રહી છે. આમાં ધારે છે તે કરી શકે છે તો મનને વશ કેમ ન કરી શકે ? આત્મ પિતાના સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે મને અન્યત્ર પરિભ્રમણ કરતું નથી. આમામાં ચિત્ત રાખવાથી રાગ અને દ્વેષ થતો નથી. આમધ્યાનથી મન બહિરુ ભટકતું નથી, અને જ્યારે બહિર ભટકતું નથી, ત્યારે રાગ
For Private And Personal Use Only