________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) પદાર્થ તેઓની સાથે ગાયો નહીં. આત્મા જ્યારે આવી રીતે નિશ્ચય કરે છે ત્યારે જડ પદાર્થના પ્રેમને લીધે મમત્વવિષ વ્યાપી રહ્યું હતું તે મમત્વવિષ ઉતરી જાય છે. મમત્વવિષ ઉતરી જવાથી આત્મા જાગ્રત થાય છે. પિતાના શુદ્ધ સ્વરૂપે જાગે છે, અને તેથી સંસારમાં સુખની બુદ્ધિ રાખતો નથી.
આખું જગત્ મમત્વ ભાવથી બંધાઈ ગયું છે. આ મારૂં, એ મારી, ઇત્યાદિ ભાવથી પિતાને પોતે જગતું ઓળખી શકતું નથી. મમત્વભાવથી બંધાએલું જગત્ ઉન્મત્ત પુરૂષની પેઠે વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. ઘડીમાં હસે છે, ઘડીમાં રૂવે છે, લડે છે, શોક કરે છે, ઉપજે છે, અને મારે છે. એમ જગતની મમત્વયોગે વિચિત્ર દશા દેખવામાં આવે છે. વૈર, ઝેર, ઈર્ષા, કુસંપ, આદિ દુર્ગણોની ઉત્પત્તિ ખરેખર મમત્વના યોગે થાય છે. કેટલાક પદાર્થો ઉપર રાગ થાય છે ત્યારે પ્રતિકૂળ કેટલાક પદા ઉપર ક્રેશ થાય છે. આમ રાગ અને દ્વેષનું ચક્ર સદાકાલ ચાલ્યા કરે છે. રાગ અને દ્વેષને ત્યાગ કર્યાવિના મુક્તિ નથી. કહ્યું છે કે, રાધે त्यागबिन, मुक्तिको पद नाहि, कोटी कोटी जप तप करे, सबे अकारज थाइ ॥१॥ જગતમાં જ્યાં ત્યાં રાગ અને દ્વેષે ભ્રમિત જીવો અનેક પ્રકારનાં કુકર્મ કરે છે. અહો ! રાગ અને દેશનું એટલું બધું જોર છે કે તેમાંથી કોઈ વિરલા મનુષ્યો છુટી શકે છે. સાંસારિક જડ પદાર્થોમાં પ્રિયપણાની બુદ્ધિથી આત્મા તે પદાર્થો તરફ ઘસડાતે જાય છે. અને તે પદાર્થો ક્ષણિક હોવાથી નષ્ટ થતાં પુનઃ શોક પેદા થાય છે. ઈન્દ્રજાળસમાન ક્ષણિક પદાર્થોમાં શું રાચવું શું નાચવું. જે પદાર્થો પ્રાતઃકાલમાં સુન્દર દેખાય છે તેજ પદાર્થો સંધ્યામાં ખરાબ દેખાય છે. જે ભક્ષ્ય પદાર્થો ક્ષણમાં પ્રિય લાગે છે તેજ પદાર્થો ક્ષણમાં અપ્રિય લાગે છે. જે પદાર્થો અપ્રિય લાગે છે તેજ પદાર્થો પુનઃ પ્રિય લાગે છે. જ્યારે આમ વિચારીએ છીએ ત્યારે પ્રિયપણું અને અપ્રિચપણું મનની કલ્પનાથી કપાએલું લાગે છે. મનની કલ્પનાથી કલ્પાએલું પ્રિયપણું અને અપ્રિયપણું મિથ્યા છે ત્યારે ક્યાં રાચવું? અને ક્યાં દ્વેષ કરવો? બાહ્ય પદાર્થોઉપર થતું પ્રિયપણું અને અપ્રિયપણું ખરેખર ભ્રાંતિરૂપ છે. વસ્તુતઃ બાહ્ય પદાર્થો પ્રિય કે અપ્રિય નથી. મનમાં ઉડેલું પ્રિય અને અપ્રિયપણું છે તે ક્ષણિક છે. મન ક્ષણિક હોવાથી જગતમાં બાહ્ય પદાર્થો જે જે છે તે સર્વથી હું ભિન્ન છું. બાહ્ય પદાર્થો ક્ષણિક છે, જડ છે, રૂપી છે, અને હું આમા તો અવિનાશી છું, ચેતન છું, અરૂપી છું, આનંદમય છું, અનંત જ્ઞાનાદિક શક્તિને સ્વામી છું. બાહ્યપદાર્થોમાં હારા–હારાપણું કરવું તે ખરેખર મિથ્યા કલ્પના છે. ખરેખર આ પ્રમાણે સર્વ બાહ્ય પદાથી હું આત્મા ભિન્ન છું એમ જે નિશ્ચય થયો તો હવે બાહ્ય લક્ષ્મી,
For Private And Personal Use Only