________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ અનંત ગુણગણયુક્ત હતા. તેમણે રાગદ્વેષઆદિ સર્વ દોષો નાશ કર્યો. કેવલજ્ઞાનરૂપ સૂર્ય પ્રભુ હતા. પ્રભુના કેવલજ્ઞાનમાં જડચેતન સર્વ પદાર્થો ભાસતા હતા. જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થયું ત્યારે તે ત્રણ જગતથી પૂજ્ય થયા. જન્મથી માંડી ભગવાન ત્રણ જગપૂજ્ય હતા. કિંતુ જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે તે વિશેષતઃ પૂજ્યતાને પામે છે. ઉપદેશદાનથી સર્વ જીવોને દુ:ખમાંથી બચાવે છે માટે પ્રભુ સર્વ જીવોનું રક્ષણ કરનાર છે. ઉપરનાં વિશેષણથી ભગવાન જ્ઞાનાતિશય, વચનાતિશય, અપાયાપગમાતિશય અને પૂજાતિશય એ ચાર અતિશયવંત છે, એમ સૂચન કર્યું. સર્વદોષપ્રણાશિને એ વાક્યથી ભગવાને સર્વ દોષનો નાશ કર્યો, અર્થાત્ ઘાતકર્મરૂપ જે અપાય ( હરકત) તેનો નાશ કર્યો તેથી ભગવાન વચનાતિશયસંપન્ન છે એમ સિદ્ધ થયું. ભગવાન કેવલજ્ઞાનરૂપ સૂર્ય છે તેથી જ્ઞાનાતિશયસમ્પન્ન સિદ્ધ કર્યા. લોકપૂક્યાય, આ વિશેષણથી ભગવાન ચોસઠ ઈન્દ્ર, ચક્રવત્તેિઆદિ સુરનરવૃન્દપરિપૂછત છે માટે પૂજાતિશયસંપન્ન કર્યા. તાયિને એ વિશેષણથી ભગવાન વચનાતિશયસંપન્ન સિદ છે એમ સિદ્ધ થયું. ઉપદેશદાનથી જ સર્વ જીવોનું રક્ષણ થાય છે માટે એ વિશેષણની સાર્થકતા છે.
ચાર વિશેષણો વડે ચાર અતિશય સૂચન કર્યા તેમાં વિશેષણ ક્રમહેતુ દર્શાવે છે. સર્વદોષપ્રણાશિને એ વિશેષણ પ્રથમ મૂકયું છે તેની સાર્થકતા હેતુપૂર્વક સિદ્ધ છે. જ્યારે ભગવાન ધ્યાન ધરે છે, ત્યારે શુકલપરિ|મના યોગે ક્ષપકશ્રેણિ આઠમાં ગુણસ્થાનકથી આરહે છે. બારમા ગુણઠાણાના અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય એ ચાર કર્મનો નાશ કરે છે. ત્યારે તેરમા ગુણસ્થાનકમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિકચારિત્ર અને ક્ષાયિકવીર્ય એ ચાર અતિશયયુક્ત થાય છે. પ્રથમ જ્ઞાનાવરણયાદિ દોષનો નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાનાદિ ઉત્પન્ન થાય છે. સર્વ ગુણમાં કેવલજ્ઞાનની મુખ્યતા છે, માટે સમજવું કે, દોષનો નાશ થયા બાદ કેવલજ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થાય છે. કેવલજ્ઞાનરૂપ સૂર્યોદય થયા પછી, ચોસઠ ઇન્દ્રો આવી સમવસરણ રચે છે અને સર્વે પૂજે છે, માટે જ્ઞાનપશ્ચાત્ પૂજાતિશય જણાવ્યો. સમવસરણમાં બેઠા બાદ અને પૂજ્યપણું પ્રાપ્ત થયા બાદ ભગવાન્ દેશના દે છે માટે તાયિને એ વિશેપણથી વચનાતિશય જણાવ્યો.
આ ચાર અતિશય જેનામાં હોય તે દેવ કહેવાય છે. રાગાદિ દોષનો નાશ કરનાર વીતરાગ વિના અન્ય કોઈ દેવ નથી; તેમજ રાગદ્વેષને નાશ કર્યા વિના કોઈ સર્વજ્ઞ પણ થઈ શકતો નથી. અન્ય જે ઈશ્વરને
For Private And Personal Use Only