________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
છે અને કથંચિત્ અવાચ્ય છે. સંસારમાં કર્મબંધ હેતુઓથી આત્મા કર્મનો કર્તા છે અને આત્મસ્મણતાની અપેક્ષાએ કર્મનો અકર્તા છે. તેમજ શુદ્ધધર્મની અપેક્ષાએ શુદ્ધકર્મનો કર્તા છે અને કર્મનો હર્તા છે એમ સાપેક્ષાથી સ્યાદ્વાદરહસ્ય હૃદયમાં ભાસે છે. કેટલાક આત્માને એકજ માને છે. ત્યારે કેટલાક આત્માને અનેક માને છે અને પરસ્પર એકબીજાનું ખંડન કરે છે. પણ જો અપેક્ષા સમજવામાં આવે તો એકબીજાના પક્ષને સમજતાં મધ્યસ્થતા રહે છે. કેટલાક એકાંત આત્માને કર્મનો કર્તાજ માને છે અર્થાત્ કદી આત્મા કર્મની ક્રિયાથી રહિત થતો નથી, સદાકાલ કર્મ કર્યાં કરે છે આમ માને છે તેને પૂછવામાં આવે તો કહે છે કે, આત્માનો કર્મ કરવાનો સ્વભાવ છે તેથી તે કમઁથી રહિત થઇ શકે નહીં. ત્યારે અકર્તાવાદી કહે છે કે આત્મા કર્મનો કર્તા માનવો એ ભ્રમ છે કારણ કે, આત્માનો કર્મ કરવાનો સ્વભાવ છેજ નહિ. કર્મકર્ત્તવાદી કહે છે કે જે આત્મા કર્મ ન કરતો હોય તો શરીરાદિ સંબંધ હોવો જોઈએ નહિ. કર્મવિના શરીરનો સંબંધ નથી. અકર્ત્તવાદી કહે છે કે, શરીર જડ છે, જડની ક્રિયા જડ કરે. કંઈ આત્મા ચેતનાવત છે તેથી જડની ક્રિયા કરે નહિ.
કરૢવાદી—હે અકર્તૃવાદિ! જડની ક્રિયાનો ક જો આત્મા ન માનવામાં આવે તો આત્મા તે કર્મનો ભોક્તા થઈ શકે નહિ. જગમાં એક સુખી દેખાય છે તેમજ જગમાં એક દુઃખી દેખાય છે, તેનું કારણ કર્મ અવશ્ય માનવું જોઇએ. જો તેનું કારણુ કર્મ નહિ માનવામાં આવે તો જીવને સુખદુ:ખની વ્યવસ્થા ઘટી શકશે નહિ.
અકર્તૃવાદી—હે કરૢવાદિન! તમારૂં કહેવું યથાયોગ્ય નથી. કારણ કે પરવસ્તુ જે જડ છે તેનો કર્તા આત્મા શી રીતે હોઇ શકે? પરવસ્તુનું કર્જ઼પણું પરવસ્તુમાં છે, તે કંઈ અન્યવસ્તુમાં જતું નથી તેથી કર્મનો કર્તા આત્મા સંભવતો નથી. હું કરૂં છું, હું ભોગવું છું. એવો અભ્યાસ તો ફક્ત અજ્ઞાનતાના લીધે આત્માને થાય છે. માટે આત્મા સદાકાલ અકર્તા છે. મૂર્ખ જીવો ફોગટ કર્મથી આત્મા બંધાય એમ માની હું બંધાઉ છું એમ ભ્રમ ધારણ કરે છે. અને તેથી તપશ્ચર્યાં વગેરે અનેક કષ્ટો કરે છે, અહો કેટલી
ખેદની વાત ! ! !
કર્જ઼વાદી—હૈ અકર્તૃવાદિ! તમો જે બોલો છો તે યુક્તિયુક્ત નથી. કારણ કે, કર્મની ક્રિયાનો કર્તા જો આત્મા ન હોય તો કર્મે આત્માને ન લાગે અને જ્યારે કર્મ આત્માને ન લાગે તો આત્માને જન્માદિક લેવાની જરૂર જ પડે નહીં પણ શરીર ધારણ કર્યું તે તો પ્રત્યક્ષ જણાય છે ત્યારે તે આત્માની ક્રિયાવિના શી રીતે હોઈ શકે તે વિચારવું જોઇએ. હું કરૂં છું,
For Private And Personal Use Only