________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
સાંભળી પ્રતિપાદન કરવા લાગ્યા કે, કારણકાર્યક્ષણનો સમાનકાલ પ્રતિપાદ્યસિદ્ધ છે. લાક્ષારંગની સંતતિની અસ્તિતા કપાસવૃક્ષમાં ઝીંડવું થતાં પહેલાં વર્તે છે. તેથી કારણકાર્યની સમાનકાલતા છે. બૌદ્ધો તેથી અન્ય રીત્યા પ્રતિપાદન કરે છે. આ પ્રમાણે આત્માના સંબંધી નિત્યવાદ અને અનિત્યવાદ એકાંત બન્ને વાદિયો પ્રતિપાદન કરે છે. આ પ્રમાણે બન્ને પક્ષવાદિઓ સામાસામી કલેશ કરે છે. જીનદર્શન તો આ બે પક્ષસંબંધી જુદી જ રીતે અભિપ્રાય આપે છે અને કહે છે કે, આત્મા કથંચિત્ નિત્ય છે અને કથંચિત અનિત્ય છે.
___ आत्मा कथंचित् नित्य अने कथंचित् अनित्य छे.
આત્મા કવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. આત્મા મૂળ દ્રવ્યરૂપે સદાકાળ નિત્ય છે. આત્મદ્રવ્યમાં ત્રણે કાલે ફેરફાર થતો નથી. આત્માના પર્યાયો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. દૃષ્ટાંતઃ-જેમ આમાં મનુષ્યના શરીરપણે ઉત્પન્ન થાય છે, મનુષ્યના શરીરપણે નષ્ટ થાય છે અને દેવતાના શરીરપણે ઉત્પન્ન થાય છે તેમ દેવતાના શરીરપણે નષ્ટ થઈ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે, પણ આત્મપણું તો અનેક આકૃતિયો ધારણ કર્યા છતાં પણ કાયમ રહે છે. આ તો અશુદ્ધ આત્માનું દષ્ટાંત આપ્યું. શુદ્ધ આત્મામાં તે પ્રમાણે ઉત્પાદયપણે અનિત્યપણું જાણવું અને તેમજ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સ્થિરપણું જાણવું. આ પ્રમાણે પદ્રવ્યમાં નિત્યાનિત્યપણું સમજી લેવું. આમ અપેક્ષાએ નિત્યાનિત્યપણું માનતાં કોઈના ઉપર રાગ કે દ્વેષ રહેતો નથી. નિત્ય અને અનિત્ય એમ બે પક્ષ આત્મામાં અપેક્ષાએ સ્વીકાર્યાથી વેદાંત અને બૌદ્ધદર્શનને જૈનદર્શનમાં સમાવેશ થાય છે. તેથી સ્યાદ્વાદદર્શન માનતાં અપેક્ષાએ સર્વ દર્શનનું આરાધન થાય છે. આમ સાપેક્ષવાદ માનતાં કોઈ જાતનો કદાગ્રહ રહેતો નથી. હવે એકાનેક ધર્માદિ માટે કહે છે.
एकाऽनेको नयेनात्मा, वाच्यावाच्यस्तथैव च । कर्ताऽकर्ता च हर्ता वै, सापेक्षातः प्रभासते ॥ ८॥
શબ્દાર્થ –નયની અપેક્ષાએ આત્મા એક છે અને અનેક છે તેમજ વાચ્ય અને અવાચ્ય છે, તેમજ આત્મા અપેક્ષાએ કર્તા તથા અકર્તા છે તથા કર્મને હર્તા પણ ભાસે છે.
ભાવાર્થ-દ્રવ્યાકિનયની અપેક્ષાએ આત્મા એક છે અને પર્યાયાચિંકનયની અપેક્ષાએ આમ અનેક છે. આત્માનું સ્વરૂપ કથંચિત્ વાગ્ય
For Private And Personal Use Only