________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) કવાદ અને અકવાદનો સમાવેશ પણ જૈનદર્શનમાં થાય છે. બે વદિયો અપેક્ષા એકબીજાની સમજ્યા વિના વાદવિવાદ કરતા હતા. જૈનદર્શને અપેક્ષા સમજાવી એને શાંત કર્યા. વ્યવહારનયની અપેક્ષાએ અનાદિ કાળથી કર્મનો કર્તા આત્મા છે. પણ જ્યારે આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ ઓળખે છે અને શુદ્ધસ્વરૂપમાં જે જે અંશે રમણતા કરે છે તે તે અંશે આત્મદેશથી કર્મના પરમાણુઓને ખેરવી નાખે છે. આત્મા કર્મની સર્વ પ્રકૃતિ ખેરવીને પરમાત્મા બને છે. જ્યારે આ પ્રમાણે આત્મા કર્મનો નાશ કરે છે ત્યારે કર્મનો હર્ત આત્મા કહેવાય છે. તેમજ આત્મા વ્યવહારનયની અને પેિક્ષાએ મન, વચન અને કાયાના યોગને ધારણ કરવાથી યોગી કહેવાય છે અને શુદનિશ્ચયનયની અપેક્ષાએ અયોગી કહેવાય છે, એમ અપેક્ષાએ બે ધર્મ સ્વીકારતાં વાદવિવાદના ઝઘડા રહેતા નથી.
પતંજલિ યોગના અષ્ટાંગભેદ માની તેનાથી મુક્તતા સ્વીકારે છે ત્યારે વ્યાપક બ્રહ્મવાદી કહે છે કે, આત્મા અબદ્ધ છે તેથી સદાકાલ મુક્ત છે માટે યોગની જરૂર નથી એમ સ્વીકારે છે અને કહે છે કે, અનાદિમુક્ત સર્વવ્યાપક આત્માને કોઈને યોગ નથી યોગ શી રીતે સિદ્ધ થાય? પતંજલિ જણાવે છે કે, આત્મા પ્રકૃતિથી બંધાએલ છે. જ્યાં સુધી આમા માયાના સંબંધમાં છે ત્યાં સુધી રાગદ્વેષાદિક દોષો રહે છે, માટે રાગદ્વેષાદિક દોષોનો નાશ કરવાસારૂ યોગનાં આઠ અંગ માનવજ જોઈએ. અનાદિથી બ્રહ્મ માયાથી મુક્ત છે એ સિદ્ધાંત નથી. ઈત્યાદિ પોતાની યુક્તિયો જણાવે છે. જૈનદર્શન આ બે પક્ષને પણ અપેક્ષાએ સ્વીકારે છે, અનાદિકાળથી કર્મનો સંબંધ આમાને છે અને તેથી ચોરાશી લાખ જીવયોનિમાં અનેક શરીર ધારણ કરી આતમાં પરિભ્રમણ કરે છે, આઠ કર્મ છે તેનો નાશ કરવા સારૂ યોગનાં અને છઅંગ છે. કર્મનો નાશ થતાં આત્મા તે પરમાત્મા થાય છે, ત્યારે કેવલ જ્ઞાનમાં લોકાલોક ભાસવાથી સર્વત્ર વ્યાપક આત્મા ગણાય છે, એમ અપેક્ષાએ અમુક સ્થિતિએ અમુક પક્ષ ઘટી શકે છે.
આત્મરૂપ ઈશ્વરે આ શરીરરૂપ જગત બનાવ્યું છે, માટે આતમા તે બ્રહ્મા કહેવાય છે અને આત્મરૂ૫ ઈશ્વર આ દેહરૂપ શરીરનું પ્રતિપાલન કરે છે માટે, તે વિષ્ણુ કહેવાય છે અને આત્મરૂપ ઈશ્વર આ દેહરૂપ જગતેનો આયુષ્યની મર્યાદાએ સંહાર કરે છે માટે તે મહાદેવ ગણાય છે, આમ અપેક્ષાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરપણું પણ આત્મામાં ઘટે છે. આત્મરૂપ ઈશ્વર જ આ દેહરૂપ સૃષ્ટિને ઉત્પન્નકર્તા છે. અને તેમાં રહી સુખદુઃખ ભોગવે છે. આત્મરૂપ ઈશ્વર આ શરીરમાં રહી વૃત્તિ રૂ૫ ગોપીકાઓની સાથે અનેક પ્રકારની શાતા અને અશાતાયોગે ક્રીડા કરે છે માટે તે કૃષ્ણ કહેવાય
For Private And Personal Use Only