Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ આઠમ પ્રકાશ ] [ એકાંતનિવાસ સ્તવ क्रमाक्रमाभ्यां नित्यानां, युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि, युज्यतेऽर्थक्रिया न हि ॥४॥ અને છેડે સમય પાપી બને તે એકાંતે નિત્ય કક્યાં રહ્યો ?૬૫ એ જ પ્રમાણે એકાંત નિત્ય આત્મા સદા બંધાયેલું રહે કે સદા મુક્ત રહે. પ્રથમ બદ્ધ હોય અને પછી મુક્ત બને તે આત્માની એકાંતે નિત્યતા ક્યાં રહી ? આમ એકાંત નિત્ય આત્મામાં પુણ્ય-પાપ અને બંધ–મેક્ષ ન ઘટે. એકાંત અનિત્યદર્શનમાં પુણ્ય-પાપ અને બંધ-મોક્ષની અસંગતિઃ એકાંત અનિત્ય દર્શનમાં આત્મા એક જ ક્ષણ રહે છે. એક જ ક્ષણમાં પુણ્ય-પાપ એ બેને ઉદય કેવી રીતે ઘટી શકે?૬૭ એ પ્રમાણે એક જ ક્ષણમાં બંધ-મુક્તિ એ બને ન ઘટે. ૮ (૪) નિ = આત્મા વગેરે એકાંત નિત્ય વસ્તુમાં શ૦ = ક્રમથી કે અક્રમથી (યુગપત–એકીસાથે) ૧૦ = અર્થ ક્રિયા શુ ફ = ઘટતી જ નથી. g૦ = આત્મા વગેરે એકાંત અનિત્ય વસ્તુમાં ગવ = પણ ગુ0 f = અર્થક્રિયા ઘટતી જ નથી. ૬૫. અથવા પુણ્ય-પાપ શુભાશુભ ક્રિયાથી ઉત્પન્ન થાય છે. એકાંત નિત્ય આત્મામાં ક્રિયા (થા શ્લેકમાં કહેવાશે તમ) ઘટી શકતી નહિ હેવાથી પુણ્ય-પાપ પણ ઘટી શકતાં નથી. ૬. અથવા બંધ એટલે વિશિષ્ટ સંગ. સંગ એટલે અપ્રાપ્તિની પ્રાપ્તિ. આથી બંધ એટલે પૂર્વકાલીન અપ્રાપ્તિ રૂપ અવસ્થાને ત્યાગ અને પ્રાપ્તિરૂપ અવસ્થાનું થવું. એકાંત નિત્ય આત્મામાં આ ઘટે નહિ. આથી બંધ પણ ઘટે નહિ. બંધ વિના મોક્ષ પણ ન ઘટે. ૬૭. અથવા પ્રથમ ક્ષણે પુણ્ય–પાપને ઉત્પન્ન કરનાર આત્મા બીજી જ ક્ષણે નાશ પામી જવાથી પુણ્ય-પાપના ફળરૂપ સુખ-દુ:ખને અનુભવ ન થવાથી પુણ્ય-પાપ નિરર્થક બને છે. અથવા આત્માને બીજી ક્ષણે નિરન્વય (સર્વથા) નાશ થતા હોવાથી બંધ અને મોક્ષને આધાર એક જ આમા રહેતા નથી. જે આત્મા બધાયો હતો તેનો નિરન્વય નાશ થઈ જવાથી મોક્ષ કે ને ? જે બંધાય તે જ મુક્ત થાય.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82