________________
આઠમે પ્રકાશ ]
૩૭
[ એકાંતનિરાસ સ્તવ
અક્રિયા એટલે તે તે વસ્તુનું તે તે કાર્યાં, જેમ કે-ધટનું કા જલાહરણ હોવાથી ઘટની અક્રિયા જલાહરણ છે. પટનું કાર્યં આચ્છાદન હાવાથી પટની અક્રિયા આચ્છાદન છે. અક્રિયાકારિત્વ = અથ ક્રિયાનું કરવું ( – પોતાનું કાર્ય કરવું) એ વસ્તુનું લક્ષણ છે. અર્થાત્ જે અક્રિયા ( – પોતાનું કાર્ય ) કરનાર હાય તે જ વસ્તુ કે પદા' કહેવાય. જે વસ્તુમાં આ લક્ષણ ન ઘટે તે અસત્ હેાય. એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુમાં આ લક્ષણ ઘટતું ન હેાવાથી તે અસત્ સિદ્ધ થાય.
એકાંત નિત્ય આત્મામાં અક્રિયાની અસંગતિ :—
અક્રિયા એ રીતે થાય. ક્રમથી કે અક્રમથી-યુગપત્. એકાંત નિત્ય પદામાં બન્ને રીતે અક્રિયા ઘટતી નથી. દા. ત., સુખ-દુઃખને અનુભવ આત્માનું કાર્ય છે. આત્મા ક્રમથી સુખ-દુ:ખને અનુભવ કરે તેા નિત્ય ન રહે, કારણ કે પ્રથમ સુખનેા અનુભવ કરે પછી દુ:ખના અનુભવ કરે એટલે આત્માના સ્વભાવ બદલાઈ જાય. પ્રથમ સુખાનુભવના સ્વભાવ, પછી દુ:ખાનુભવને સ્વભાવ. એકાંત નિત્ય આત્મા આ પ્રમાણે સ્વભાવ ભેદવાળા ન હોય, કિંતુ સદા એક જ સ્વભાવવાળા હેાય. આ પ્રમાણે ઘટાદિ દરેક પામાં ક્રમથી ( જલાહરણાદિ) કાય કરવામાં સ્વભાવભેદ થાય છે. હવે જો ક્રમથી કાર્યો કરવામાં સ્વભાવભેદના યેાગે નિત્યત્વની હાનિ થવાના ભયથી અક્રમથી = એકી સાથે કાર્ય કરે છે એમ માનવામાં આવે તે તે પણ ઘટી શકે નહિ. કારણ કે દરેક કા ક્રમથી થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે, જેમકે, આત્મા પ્રથમ સુખ અનુભવે છે, પછી દુઃખ અનુભવે છે. આત્મા સુખ– દુ:ખ ખ'તે એકી સાથે અનુભવતા નથી. એ પ્રમાણે કુંભાર પ્રથમ ઘડો, પછી ઘડી, પછી કથરોટ એમ ક્રમશઃ કાર્ય કરે છે. હવે ખીજી વાત. જો એકી સાથે જ બધાં કાર્યો કરી નાખે તે એક જ સમયમાં બધાં કાર્યો થઈ જવાથી બીજા વગેરે સમયેામાં કાઈ કાર્યં કરવાનુ રહેશે નહિ. એથી પદાર્થ અસત્ બની જશે.૧૯ આ પ્રમાણે એકાંત નિત્ય પદાર્થોં માં ક્રમથી કે અક્રમથી અક્રિયા (સ્વ-કા) ઘટતી નથી.
૬૯. જે કાર્ય કરે તે જ વસ્તુ સત્ છે. જે કાં ન કરે તે વસ્તુ નથી— અસત્ છે. અર્થાત્ જેમાં અક્રિયા-કાય હોય તે જ વસ્તુ કહેવાય,