Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 41
________________ ૩૮ આઠમે પ્રકાશ ] ( [ એકાંતનિરાસ સ્તવ यदा तु नित्यानित्यत्वरूपता वस्तुनो भवेत् । यथाऽऽस्थ भगवन्नैव, तदा दोषोऽस्ति कश्चन ।।५।। એકાંત અનિત્ય પદાર્થમાં અર્થ ક્રિયાની અસંગતિ– એકાંત અનિત્યના મતે દરેક વસ્તુ એક જ ક્ષણ રહેતી હોવાથી ક્રમથી અર્થ ક્રિયા (સ્વકાર્ય) ઘટી શકે નહિ. કર્તા એકથી વધારે સમય રહેતું હોય તે જ ક્રમથી અર્થ ક્રિયા ઘટે. અક્રમથી-એકીસાથે પણ અWક્રિયા ઘટી શકે નહિ. તેમાં પ્રત્યક્ષ વિરોધ છે. દરેક કાર્ય ક્રમથી થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે. તથા એકી સાથે એક જ ક્ષણમાં બધાં જ કાર્યો થઈ જાય તે બીજી ક્ષણે પદાર્થ અર્થ ક્રિયાથી રહિત થઈ જવાથી અવસ્તુ-અસત્ બની જશે. આમ, એકાંત નિત્ય અને એકાંત અનિત્ય પક્ષમાં ક્રમથી કે અક્રમથી અર્થ ક્રિયા નહિ ઘટવાથી પદાર્થ અસત બની જાય છે. આથી એ બંને પક્ષે અસંગત છે.૭૦ (૫) મ૦ = હે ભગવંત! તુ = પણ ચરિત્ર જે થથા સાથ = આપે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે વસ્તુન: =દરેક વસ્તુનું નિ= કથંચિત નિત્ય અને કથંચિત અનિત્ય સ્વરૂપ મ0 = હેય, તવા = તો રજન = કઈ પણ રોષ = દેશ-વિરોધ ન વ = છે જ નહિ. પ્રશ્ન : વસ્તુને નિત્યાનિત્ય માનવામાં દેષ કેમ ન રહે? બલ્ક દેશે વધે! કારણ કે પૂર્વે નિત્યપક્ષમાં અને અનિત્યપક્ષમાં જે દોષ બતાવ્યા છે તે બધા જ નિત્યાનિત્ય પક્ષમાં આવે, નિત્ય પક્ષમાં તે કેવળ નિત્યપક્ષના જ અને અનિત્ય પક્ષમાં કેવળ અનિત્ય પક્ષના જ દે આવે, ત્યારે નિત્યાનિત્ય પક્ષમાં તે બંને પક્ષના દોષ આવવાથી દોષ વધે. - ઉત્તર : નિત્યાનિત્યતા એટલે નિત્યતા અને અનિત્યતાને સરવાળે નથી, કિંતુ તાણાવાણાની જેમ એકમેક થઈ ગયેલ એ બે વિલક્ષણ યોગ ૭૦. આ વિષયના વિશેષ બેધ માટે આ કલેકનું સંસ્કૃત વિવરણ, સ્યાદ્વાદમંજરી, સન્મતિતર્કટીકા વગેરે ગ્રંથનું અવલેકન કરવું.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82