________________
ॐ ह्रीं श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः । नमो नमः श्री प्रेम-भुवनभानु-पद्म-सद्गुरुभ्यः ।
શું નમ: |
ઉપશમનાકરણ
ભાગ-૧
કળિકાળને વિશે પણ જેઓનો મહિમા ત્રણ જગતને વિશે પ્રસરેલો છે. જેઓના નામસ્મરણ માત્રથી વિળોનો સમૂહ ક્ષણમાત્રમાં નાશ પામે છે, તે શીખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જય પામો.
જ્ઞાન, ધ્યાન, તપ અને સંયમની સુવાસથી ભવ્ય જીવોને આકર્ષણ કરનાર, કર્મસાહિત્યના પરિશીલનમાં અતનિપુણ મતિવાળા સાક્ષાત્રેમમૂર્તિ એવા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અમારા પર પ્રસન્ન થાઓ.
' શ્રુતની ધષ્ઠાયિકા શારદાનું સ્મરણ કરીને ભવ્યજનોના ઉપકારને અર્થ તથા સ્વમરણને માટે કર્મપ્રકૃતિ તથા કષાયમામૃતાદિ પૂર્વાચાર્ય ભગવંતોના ગ્રથોને અનુસરીને સરળ અને વિશદ રીતે કર્મપ્રકૃતિના “ઉપામનાકરણ" નામના અધિકારનું વિવેચન કરીએ છીએ. - ચરમતીર્થપતિ શીવર્ધમાનસ્વામીએ પચ્ચીસોથી ધક વર્ષ પૂર્વે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના આપી. તેમાં વૈશાખ સુદ દશમના દિવસે પ્રભુની પર્ષદામાં કોઈએ વિરતિ પ્રાપ્ત ન કરી. વૈશાખ સુદ અગીઆરસે પ્રભુએ અપાપાપુરીમાં ધર્મદેશના આપી. ત્યાં યજ્ઞ કરવા આવેલ અગીયાર બ્રાહ્મણોને તેમના વિધાર્થીઓ સહિત પ્રતિબોધી પ્રભુએ ગણધર તરીકે સ્થાપ્યા. તેમને ૩પક્સેફ વા, વિરામેડ્ર વા, યુવે વા રૂપ ત્રિપદી આપી. તેમાંથી બીજબુદ્ધિના ધણી એવા ગણધર ભગવંતોએ અંતર્મુહૂર્ત કાળમાં દ્વાદશાંગીની રચના કરી. ભગવાનની પાટે પંચમ ગણધર સુધર્માસ્વામી આવ્યા. તેમની રચેલી દ્વાદશાંગી શિષ્ય-પરંપરામાં આગળ ચાલી.
દ્વાદશાંગીનું બારણું અંગ દષ્ટિવાદ છે. તેના પાંચ ભેદ છે. તેમાં પૂર્વગત નામના ત્રીજા ભેદમાં ચૌદ પૂર્વોનો સમાવેશ થાય છે. તેમાંથી બીજા અગ્રાચણી નામના પૂર્વમાંથી શૈશવશર્મર મહારાજે કર્મપ્રકૃતિ નામના ગ્રંથનો ઉદ્ધાર કર્યો છે તથા પાંચમાં જ્ઞાનપ્રવાદ નામના પૂર્વમાંથી ગુણધર વાચકે કષાચબાભૂતનો ઉદ્ધાર કર્યો છે. કર્મપ્રકૃતિમાં બંધનાદ આઠ કરણોનું વિવેચન