________________
પ્રથમોપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અધિકાર
૩૧
અહીં એટલુ ધ્યાન રાખવાનું છે કે પ્રથમ સમયના બધા અધ્યવસાયો દ્વિતીય સમયમાં આવતા નથી, પરન્તુ તેમાંના જઘન્ય અધ્યવસાયથી પ્રારંભા અસંખ્યાતમા ભાગ સુધીના અધ્યવસાયો છોડીને શેષ અધ્યવસાયો નીચે બીજા સમયમાં આવે છે. તદુપરાંત બીજા નવીન અધ્યવસાયો પણ બીજા સમયમાં ઉમેરાય છે, જે છોડી દીધેલા અધ્યવસાય કરતા વિશેષાધિક છે અને તેથી જ પ્રથમ સમયના અધ્યવસાયો કરતા દ્વિતીય સમયના કુલ અધ્યવસાય વિશેધિક છે. આવી રીતે યાવત્ થાપ્રવૃત્તકણના ચશ્મ સમય સુધી જાણવું.
-
બીજુ એ પણ ધ્યાન રાખવાનું છે કે - પહેલા સમયે છુટેલા અધ્યવસાયો કરતા બીજા સમયે છુટેલા અધ્યવસાયો વિશેષાધિક છે, તેના કરતા ત્રીજા સમયે ત્યજાતા અધ્યવસાયો વિશેષાધિક છે, એમ યાવત્ ચરમ સમય સુધી જાણતુ.
તેવી જ રીતે બીજા સમયે તવા આવતા અધ્યવસાયોથી ત્રીજા સમયે નવા આવતા અધ્યવસાયો વિશેધિક છે. તેના કરતા ચોથા સમયે નવા આવતા અધ્યવસાયો વિશેધિક છે.., એમ યાવત્ ચશ્મસમય સુધી જાણવુ. પહેલા સમયના જે શરૂઆતના અધ્યવસાયો છોડી દેવાય છે તે માત્ર પ્રથમ સમયના જ છે. આગળના કોઈ પણ સમયમાં તેમાંનો કોઈ પણ અધ્યવસાય આવતો નથી. તેથી તે અનનુકૃષ્ટ અધ્યવસાયો કહેવાય છે, તેવી જ રીતે છેલ્લા સમયમાં નવા આવતા (ઉમેગ્રતા) અધ્યવસાયો પણ પૂર્વે નહીં આવેલા હોવાથી અનંનુકૃષ્ટ અધ્યવસાયો કહેવાય છે.
યથાપ્રવૃત્તકરણના ૧લા સમયના અધ્યવસાયો તેના સંખ્યાતમા ભાગ જેટલા સમય સુધી ખેંચાય છે. માટે જેટલા સમય સુધી પ્રથમ સમયના અધ્યવસાયો ખેંચાય છે તેટલા તેના ખંડ કરવા. તેમાં પણ પૂર્વપૂર્વથી ઉત્તોત્તર ખંડ વિશેષાધિક રાખવો, કેમકે ઉત્તરોત્તર સમયે વિશેષાધિક અધ્યવસાયો નીકળી જવાના છે. બીજા સમયે તેમાંનો પ્રથમ ખંડ કાઢâ નાખવો અને છેલ્લા ખંડની પાછળ એક ખંડ છેલ્લા ખંડથી વિશેષાધિક પ્રમાણવાળો ઉમેરો, એમ યાવત્ યથાપ્રવૃત્તકણના સંખ્યાતમા ભાગના અંતિમ સમયે પહોંચીશું ત્યારે પ્રથમસમયના સર્વે ખંડો પૂર્ણ થઈ જશે અને ત્યાર પછીના સમયે દ્વિતીયાદિક સમયોના ખંડો પણ પૂર્ણ થતા જશે..., એમ ચાવત્ ચશ્મ સમયે પહોંચીશું ત્યારે યથાપ્રવૃત્તકરણના છેલ્લા એક સંખ્યાતમા ભાગના (કંડકના) પ્રથમ સમયના બધા ખંડો પૂર્ણ થઈ જશે.
અહીં એટલુ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક ખંડના પ્રથમ અધ્યવસાયથી તેનો ચમ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધિવાળો છે, કેમકે વચ્ચે અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો હોય છે. તથા કોઈ પણ ખંડના ચશ્મ અધ્યવસાયથી તેની પછીતા ખંડતો પ્રથમ અધ્યવસાય