________________
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
(૩) અપૂર્વકરણ યથાપ્રવૃત્તકરણ પૂર્ણ થયા પછી સમ્યકૂવાભમુખ જીવ અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. કરણ એટલે પરિણામવશેષ, જો કે આ કરણમાં પણ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયે યથાપ્રવૃત્તકરણની માફક અનંતગુણ અનંતગણ વિશુદ્ધિ થતી જાય છે. તો પણ આ કરણને યથાપ્રવૃત્તકરણથી જુદુ પાડવાનું પ્રયોજન એ છે કે (1) યથાપ્રવૃત્તકરણના દરેક સમયના અધ્યવસાયોનું ભિન્ન-ભિs જીવોની અપેક્ષાએ અનંતર સમયોમાં ખેંચાણ થતુ હતુ. જ્યારે અહીં તેમ ન થતા ઉત્તરોત્તર સમયે નવીન અધ્યવસાયો જ પ્રાપ્ત થાય છે. (૨) યથાપ્રવૃત્તકરણમાં જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેવા સ્થિતિઘાતદિ પદાર્થો થતા નથી. જ્યારે અપૂર્વકરણના પ્રથમ સમયથી જ સ્થિતિઘાતાદ થાય છે. આથી યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણને ઉભા કહ્યા છે. *
અધ્યવસાય પ્રરૂપણા ઃ અપૂર્વકરણના પ્રથમ સમયે અધ્યવસાયો વિવિધ જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાના પ્રદેશો જેટલા હોય છે. અહીં પણ પૂર્વે કહ્યું છે તે રીતે સમજી લેવુ કે એક સમયે એક જીવને એક જ અધ્યવસાય હોય છે, પરંતુ ત્રણે કાળના અપૂર્વકરણના પ્રથમ સમવર્તી સજીવોની અપેક્ષાએ પ્રથમ સમયના અધ્યવસાયોનું પ્રમાણ અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલું સમજવું. જો કે ત્રણે કાળની અપેક્ષાએ અપૂર્વકરણના પ્રથમ સમયવર્તી જીવો અનંતા હોય છે. પરંતુ તેમાંના કોઈપણ જીવને અહીં જે અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો કહ્યા છે તેમાંથી જ કોઈપણ અધ્યવસાય હોય છે, તે સિવાયનો ન હોય. તેવી જ રીતે અપૂર્વકરણના હિતાયાદિક સર્વે સમયોમાં ચાવતું ચરમ સમય સુધી જાણવું. આમ અપૂર્વકરણના દરેક સમયમાં અસંખ્યલોકાકા પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોવા છતાં, પ્રથમ સમયના અધ્યવસાયો કરતા બીજા સમયના અધ્યવસાયો વિશેષાધિક હોય છે, તેથી ત્રીજા સમયના અધ્યવસાયો વિશેષાધિક હોય છે. એમ યાવત્ અપૂર્વકરણના ચરમ સમય સુધી પૂર્વ પૂર્વના સમય કરતા ઉત્તરોત્તર સમયે અધ્યવસાયો વિશેષાધિક ોય છે.
યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયો કરતા અપૂર્વકરણના અધ્યવસાયોની વિશેષતા એ છે કે યથાપ્રવૃત્તકરણમાં જેમ પૂર્વ પૂર્વ સમયના અધ્યવસાયોમાંથી તેનો એક અસંખ્યાતમો ભાગ છોડી શેષ અધ્યવસાયો ઉત્તરોત્તર સમયમાં આવતા હતા અને બીજા છોડેલા અધ્યવસાયોથી વિશેષાધિક અધ્યવસાયો નવા આવતા હતા, તેને બદલે અહીં દરેક સમયના અધ્યવસાયો જુદા જુદા હોય છે, એટલે પ્રથમ સમયના અધ્યવસાય કરતા બીજા સમયના અધ્યવસાયો તદ્દન નવા જ હોય છે, તેના કરતા ત્રીજા સમયના અધ્યવસાયો તદ્દન જ નવા હોય છે. એમ ચાવતું ચરમ સમયના અધ્યવસાયો માટે જાણવુ. તેથી જ યથાપ્રવૃત્તકરણ કરતા તીવ્રતામંદતા અહીં જુદી રીતે આવશે.