________________
૩૯
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર અપૂર્વકરણ એવુ નામ યથાર્થ છે. (૧૨). આ ચારેમાં પ્રથમ બે ગાથા દ્વારા સ્થિતિઘાત અને સઘાતનું સ્વરૂપ બતાવાય છે.
उयहिपुहत्तुक्कस्सं,इयरं पल्लस्स संखतमभागो । ठिइकंडगमणुभागाणणंतभागा मुहुत्तंतं ।। १३ ।। अणुभागकंडगाणं, बहुहिं सहस्सेहिं पूरए एकं ।
ठिइकंडसहस्सेहिं तेसिं बीयं समाणेहिं ।।१४।। ચારાર્થઃ ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણનો સ્થિતિખંડ હોય છે. (ઘાત્યમાન સ્થિતિખંડ તથા સત્તાગત રસના) અનંત બહુભાગ પ્રમાણ ૨સકંડક હોય છે. બંને અcર્મુહૂર્ત પ્રમાણ કાળમાં થાય છે, પરંતુ હજારો સઘાત વડે એક સ્થિતિઘાત પૂરાય (પૂર્ણ થાય છે). તેવા હજારો સ્થિતિઘાત વડે અપૂર્વકરણ પૂરાય છે. (પૂર્ણ થાય છે.) (૧૩)(૧૪).
- વિશેષાર્થ : (1) સ્થિતિઘાત : સ્થિતિના અગ્રભાગથી જઘન્યથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિખંડને લઈને અન્તર્મુહૂર્વકાળે તેનો ઘાત કરે છે, એટલે કે આટલા ખંડ પ્રમાણ સ્થિતિમાંથી પ્રતિસમય દલકો લઈને વીચે નાખવા દ્વારા આટલી સ્થિતિનો અન્તર્મુહર્ત કાળે સત્તામાંથી નાશ કરે છે. અહીં પ્રતિસમય સત્તામાંથી સ્થિતિ ઓછી થતી નથી, પરંતુ ઉપરની ઉકૂખંડ પ્રમાણ સ્થિતિમાંથી પ્રતિસમય દલકો ઓછા થતા જાય છે અને સ્થિતિઘાતાદ્ધા રૂપ અન્તર્મુહૂર્તના ચરમ સમયે તેટલી સ્થિતિમાંથી સર્વદલિક ખલાસ થતુ હેવાથી તે સમયે સત્તામાંથી તેટલી સ્થિતિ ઓછી થાય છે. આવી રીતે બીજા અંતર્મુહર્ત પલ્યોપમનાં સંખ્યામાં ભાગ પ્રમાણ બીજા ખંડળો, ત્રીજા અન્તર્મુહૂર્ત ત્રીજા ખંડળો એમ યાવત્ અપૂર્વકરણના ચરમ સમય સુધીમાં હજારો સ્થિતિખંડોનો ઘાત કરે છે. તે દ્વારા સત્તામાંથી સંખ્યાતા બહુ ભાગ પ્રમાણ સ્થિતિ ઓછી કરે છે. એટલે કે અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિ સત્તામાં હતી તે કરતા ચરમ સમયે સંખ્યાત ગુણહીન સ્થિતિ સત્તામાં રહે છે.
(૨) રાસઘાત: અશુભકર્મનો સાગત જે રસ છે તેમાંથી અનંતા બહુભાગનો અન્તર્મુહૂર્તકાળે ઘાત કરે છે અને એક અનંતમો ભાગ શેષ રહે છે. તેવી જ રીતે બીજા અન્તર્મુહૂર્ત સત્તામાં રહેલા શેષ અનુભાગનો અાંતમો ભાગ રાખી શેષ અiતા બહુભાગતો ઘાત કરે છે. આમ પ્રતિઅન્તર્મુહૂર્ત સત્તાગત અશુભ કર્મોના અનુભાગના અનંતા બહુભાગનો ઘાત કરે છે. અહીંયા રાસઘાતનો કાળ પણ અન્તર્મુહૂર્ત છે, પરંતુ રસઘાતનું અન્તર્મુહૂર્ત