________________
૯૨
ઉપશમનાકરણ ભાગ-૧
જવાબ
કી દેવલોકમાં જાય ત્યાં તેને અવિરતિ ગુણસ્થાનક હોય છે તો પછી તેની અપેક્ષાએ પરિહારવિદ્ધિ, સૂક્ષ્મસંપાય અને ચથાખ્યાત સંયમના પ્રતિપાતસ્થાન કેમ ન કહ્યા? પૂર્વે જે પ્રતિપાતસ્થાનો બતાવ્યા છે તે કષાયના ઉદયથી અથવા ગુણસ્થાનકના કાળના ક્ષયથી પતન થાય છે તેની અપેક્ષાએ બતાવ્યા છે. સૂક્ષ્મસંપાય, યથાખ્યાત કે હિાવિશુદ્ધિથી ભવક્ષયે પડનાર સંયતને ચરમ સમયે તેવા પ્રકારો (પ્રતિપાત નિમિત્તક) સંકુલેશ ન હોવાથી તેઓના સ્થાન ત્યાં નથી આવતા. એટલે તેઓના સ્થાનની ત્યાં વિવક્ષા નથી. તથા કષાયના ઉદય કે ગુણસ્થાનકના કાળક્ષયે ત્યાંથી પડી અવિરતિ આદિમાં જવાતુ નથી, પરન્તુ સામાયિક-છેદોપસ્થાપતીય સંયમમાં જ જવાય છે. માટે રિહાવિશુદ્ધિ વગેરેના પ્રતિપાતસ્થાન કહ્યા નથી.
-
(૧૪) સૂક્ષ્મસંપાયનું જઘન્ય સંચમસ્થાન અનંતગુણ :- ઉપશમશ્રેણીમાં પડતા અનંત સમયે અવિતિ ગુણસ્થાનક પ્રાપ્ત કરતાર સૂક્ષ્મસંપાય ગુણસ્થાનકના ચશ્મ સમયવર્તી જીવને આ સ્થાન હોય છે. બાદકષાયોદયાતુવિદ્ધ સંયમબ્ધિ કરતા સૂક્ષ્મકષાયોદયાવિદ્ધ જઘન્ય સંયમબ્ધિ અનંતગુણ હોય છે. માટે પૂર્વોક્ત સ્થાન કરતા આ સ્થાન અનંતગુણ છે.
(૧૫) સૂક્ષ્મસંપાયનું ઉત્કૃષ્ટ સંચમસ્થાન - અનંતગુણ :- સૂક્ષ્મસંપાયના ચરમ સમયવર્તી ાપકને આ સ્થાન હોય છે.
(૧૬) ચયાખ્યાતસંચતનું અજઘન્ય-અનુત્ક્રુષ્ટ સ્થાન - અ ંતગુણ :- ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી આ સંયમસ્થાન હોય છે. મોહનીયતા સર્વોપશ્ચમ કે સર્વક્ષયથી ઉત્પન્ન થયેલ હોવાથી યથાખ્યાત સંયમના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટભેદ પડતા નથી. તેથી યથાખ્યાત સંવતનું અજઘન્ય-અનુત્કૃષ્ટ એક જ બ્ધિસ્થાન હોય છે અને તે સૂક્ષ્મસંપાયના ઉત્કૃષ્ટ સ્થાન કરતા અનંતગુણ વિશુદ્ધ હોય છે. જો કે ઉપશાંતકષાયીને કષાયો ઉપશાંત થઈ ગયેલા હોય છે અને ક્ષણકષાયાને ક્ષય થયેલા હોય છે, પરન્તુ બંનેનો કષાયોદયનો અભાવ સમાન હોવાથી સંયમસ્થાનમાં ભેદ નથી.
કષાયપ્રાભૂતચૂર્ણનો તીવ્રતા મંદતાનો પાઠ આ પ્રમાણે છે - “તિવ્યમંતવાળુ सव्वमंदाणुभागं मिच्छत्तं गच्छमाणस्स जहण्णयं संजमट्ठाणं । तस्सेवुक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । असंजदसम्मत्तं गच्छमाणस्स जहण्णयं संजमट्ठाणमणंतगुणं । तस्सेवुक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । संजमासंजमं गच्छमाणस्स जहण्णयं संजमट्ठाणमणंतगुणं । तस्सेवुक्कस्सयं संजमट्ठाणमणंतगुणं । कम्मभूमियस्स पडिवज्जमाणयस्स जहण्णयं संजमट्ठाणमणंतगुणं । अकम्मभूमियस्स पडिवज्जमाणयस्स जहण्णयं संजमट्ठाणमणंतगुणं ।
-