________________
ઉપશમનાકરણ ભાગ-૧
પ્રરૂપણા કરવાનું કારણ એ છે કે અહીંયા સ્થિતિબંધનો કાળ જે અન્તર્મુહૂર્ત છે તે સ્થિતિઘાતના અન્તર્મુહૂર્તની તુલ્ય છે. એટલે કે અપૂર્વકરણના પ્રથમ સમયથી ર્સ્થાિતઘાત અને સ્થિતિબંધ સાથે જ શરૂ થાય છે, અને સાથે જ પૂર્ણ થાય છે, એમ યાવત્ જ્યાં સુધી સ્થિતિઘાત િિતબંધ ચાલે છે ત્યાં સુધી તે બંને યુગપત્ થરૂ થાય છે અને યુગપત્ પૂર્ણ થાય છે.
૪૨
ug પ્રત્યેક સ્થિતિબંધનો કાળ અને સ્થિતિઘાતનો કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, તે અન્તર્મુહૂર્ત કેટલુ સમજવુ ? કેમકે અપૂર્વકરણનો કાળ પણ અન્તર્મુહૂર્ત છે અને તેમાં હજારો સ્થિતિબંધ તથા સ્થિતિઘાત થાય છે.
જવાબ - અહીંયા એક સ્થિતિબંધ અથવા સ્થિતિઘાતનો કાળ જે અન્તર્મુહૂર્ત પ્રમાણ કહ્યો છે તે અપૂર્વકરણના સંખ્યાતમા ભાગરૂપ હોવા છતા આલિકાના સંખ્યાતમા ભાગરૂપ છે. તે આ પ્રમાણે અપૂર્વકષ્ણના પ્રથમ સમયે જેટલો સ્થિતિબંધ થાય છે તે કરતા ચશ્મ સમયે સંખ્યાતમા ભાગ જેટલો િિતબંધ થાય છે. વળી અપૂર્વકરણના પ્રથમ સમયે અન્તઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તેથી ચશ્મ સમયે અન્તઃકોડાકોડી સાગરોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ િિતબંધ થાય. એટલે આખા અપૂર્વકરણ દરમિયાન કુલ અન્તઃકોડાકોડી સાગરોપમના સંખ્યાતા બહુ ભાગ પ્રમાણ સ્થિતિબંધ ઓછો થાય છે.
હવે પ્રત્યેક અન્તર્મુહૂર્તે ઉત્તરોત્તર સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ વ્યૂન થતો જાય છે, એટલે સંખ્યાતા સ્થિતિબંધ પસાર થાય ત્યારે એક પ્રલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ ઓછો થાય અને તેનાથી દશ કોડાકોડી ગુણા સ્જિતબંધો પસાર થાય એટલે એક સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ ઓછો થાય. તેથી અન્તઃકોડાકોડીના સંખ્યાતા બહુભાગથી સંખ્યાતગુણ દસ કોડાકોડીને ગુણતા જે સંખ્યા આવે તેટલા સ્થિતિબંધ પસાર થાય ત્યારે અપૂર્વકરણના પ્રથમ સમયથી સંખ્યાતગુણહીન િિતબંધ થાય, અર્થાત્ અપૂર્વકષ્ણના પ્રથમ સમયથી સંખ્યાતગુણહીન સ્થિતિબંધ કરવા ઉત સંખ્યા પ્રમાણ સ્થિતિબંધો વ્યતિક્રાન્ત કરવા પડે. માટે અપૂર્વકરણમાં ઉત સંખ્યા પ્રમાણ સ્થિતિઘાતો થાય છે. આખા અપૂર્વકરણનો કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે અને એક મુહૂર્તની ૧,૬૭,૭૭,૨૧૬ આલિકા છે તેથી અપૂર્વકરણનો કાળ ૧,૬૭,૭૭,૨૧૬ આલિકાથી ન્યૂન છે. અને અપૂર્વકણમાં (સંખ્યાત × દશકોડાકોડી × અન્તઃકોડાકોડીના સંખ્યાતા બહુભાગ) પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તેથી અપૂર્વકરણના કાળને ઉક્ત સંખ્યાથી ભાગીએ તેટલો એક સ્થિતિબંધનો કાળ આવે. અને અપૂર્વકરણનો કાળ ૧,૬૭,૭૭,૨૧૬ આલિકાથી ન્યૂન હોવાથી સ્થિતિબંધનો કાળ આલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ આવે.