________________
૨૯
'પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર અધ્યવસાય કહ્યા છે, તેમાંનો કોઈ પણ એક અધ્યવસાય યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે પ્રાપ્ત થાય છે. આવી જ રીતે શેષ સમયના અધ્યવસાયો વિશે પણ જાણવુ.
યથાપ્રવૃત્તકરણના બીજા સમયે પણ અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા અધ્યવસાયો હોય છે. પરંતુ પ્રથમ સમયના અધ્યવસાયો કરતા દ્વિતીય સમયના અધ્યવસાયો વિશેષાધિક હોય છે તેdી જ રીતે બીજા સમયડા અદાવસાયો કરતા તતાય સમયના અધ્યવસાયો વિશેષાધિક હોય છે. આમ ચાવતુ યથાપ્રવૃત્તકરણના ચરમ સમય સુધી જાણg. હિચરમાં સમયે જેટલા અધ્યવસાયો છે તેના કરતા ચરમ સમયે વિશેષાધિક હોય છે.
વીઘા - મંદતા - એક જ સમયવર્તી સર્વ જીવોને એક જ અધ્યવસાય હોય તો ત્યાં સર્વને વિશુદ્ધ સરખી હોવાથી ભેદ પડતો નથી, પરંતુ ઉપર કહ્યું તેમ યથાપ્રવૃત્તકરણના દરેક સમયોમાં અસંખ્યાતા અધ્યવસાય ોય છે. તેથી સમાન સમયમાં રહેલા જીવોની વિશુદ્ધિમાં પણ ભેદ આવશે. કોઈને જઘન્ય વિશુદ્ધિ હોય, કોઈને મધ્યમ હોય, કોઈને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હોય. તેથી એક જ સમયad જીવોમાં વિશુદ્ધિ ભેદે અસંખ્યલોકાકા પ્રદેશ પ્રમાણ ષસ્થાનકોની પ્રાપ્ત થાય છે.
તાત્પર્ય એ છે કે યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે રહેલા જીવોમાંથી કોઈ જીવને અન્ય જીવ કરતા અસંતભાગવૃદ્ધ, કોઈને અસંખ્યાતભાગવૃદ્ધ, કોઈને સંખ્યાતભાગવૃદ્ધ, કોઈને સંખ્યાલગુણવૃદ્ધ, કોઈને અસંખ્યાતગુણવૃદ્ધ, અને કોઈને અનંતગુણવૃદ્ધ વિશુદ્ધિવાળો અધ્યવસાય હોય, તેવી રીતે જ પ્રકારની હાનીવાળા અધ્યવસાયો પણ પરસ્પર આવે. આવી રીતે યથાપ્રવૃત્તકરણના સર્વ સમયમાં જાણવુ. આનું નામ તિર્યમુખી વિશુદ્ધિ કહેવાય. તિર્યમુખી વિશુદ્ધિ એટલે એક જ સમયના જે અસંખ્ય લોકાકા પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે તેની વિશુદ્ધિનો પરસ્પર વિચાર. ઊર્ધ્વમુખી વિશુદ્ધિ એટલે પૂર્વ સમયની વિશુદ્ધિની અપેક્ષાએ ઉત્તર સમયની વિશુદ્ધિનો વિચાર. તે આ પ્રમાણે :
યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયની જધન્ય વિશુદ્ધિ કરતા યથાપ્રવૃત્તકરણના બીજા સમયની જઘન્ય વિશુદ્ધ અનંતગુણ, તેના કરતા યથાપ્રqકરણના ત્રીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ... એમ ચાવતું યથાપ્રવૃત્તકરણના સંખ્યામાં ભાગલા ચરમ સમય સુધી જાણવુ. આ સંખ્યામાં ભાગને કંડકની સંજ્ઞાથી હવે આપણે ઓળખીશુ. ત્યાર પછી એટલે કે આ કંડકના ચરમ સમયની જઘન્ચવશુદ્ધ કરતા યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા કંડક પછીના પ્રથમ સમયની જઘાવિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા યથાપ્રવૃત્તકરણના બીજા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા કંડક પછીના બીજા સમયની જઘવ્યવિશુદ્ધિ અવગુણ, તેના કરતાં યથાપ્રવૃત્તકરણના ત્રીજા