________________
વિભુ માને છે તો કોઈક શરીરવ્યાપી તો કોઈક અંગુષ્ઠમાત્રમાં રહેનાર માને છે. વળી કોઈક એને અકર્તા-અભોફતા માને છે. તો અન્યો કર્તા-ભોક્તા માને છે. આમ આત્મસ્વરૂપની માન્યતામાં પણ ફરક છે.
આત્માના શુદ્ધિકરણની પ્રક્રિયારૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ પણ બધાનું ફેરફારવાળું છે અને છેવટે આત્માના શુદ્ધ સ્વરૂપ મોક્ષ અંગેની માન્યતાઓ પણ બધાની પોતપોતાની સ્વતંત્ર છે. - છતાં, પાયો બધાનો એક સમાન છે કે આત્મા-અશુદ્ધિ-સાધના-શુદ્ધ આત્મા-માટે આ બધા આર્યધર્મો છે. આ બધામાં જૈનદર્શને આત્માને નિત્યાનિત્ય = પરિણામી નિત્ય = કથંચિત્ (અમુક અપેક્ષાએ) નિત્ય અને કથંચિત્ અનિત્ય માનેલો છે. તથા કર્મ વગેરે પુદ્ગલરૂપ જડ તત્ત્વ અશુદ્ધ છે. એમાં પુદ્ગલોની અવરજવર ચાલુ હોવા છતાં પ્રવાહથી અનાદિ છે. અનાદિકાળથી કર્મો સાથે ક્ષીર-નીરની જેમ જોડાયેલો છે અને તેથી સંસારી જીવ કથંચિત્ મૂર્ત છે.
અનંત જ્ઞાન વગેરે ગુણોની અપેક્ષાએ સર્વ જીવો એક સમાન છે. એક અંશ માત્રનો પણ ફરક હોતો નથી. પણ કર્મોની વિવિધતા અને તરતમતાના કારણે સંસારી જીવોમાં અનેક પ્રકારની વિવિધતાઓ-વિષમતાઓ નિર્માણ પામે છે. કર્મોની અશુદ્ધિ ખસી જવાથી શુદ્ધ બનેલા આત્માઓ સિદ્ધ કહેવાય છે. આ સિદ્ધાત્માઓમાં સંપૂર્ણ સામ્યવાદ હોય છે. અલબત બૌદ્ધ વગેરે દર્શનોએ પણ કર્મતત્ત્વ માનેલું છે. પણ, કર્મોની વિવિધતા અને તરતમતાઓનું સર્વ વ્યાપક અને સ્પષ્ટ નિરૂપણ જૈન ગ્રંથોમાં જે જોવા મળે છે એવું અન્ય કોઈ દર્શનના ગ્રંથોમાં જોવા મળતું નથી. કર્મોની આઠ મૂળ પ્રકૃતિઓ એની ૧૫૮ ઉત્તરપ્રકૃતિઓ. વળી એની પણ કેટલીય પેટાપ્રકૃતિઓ.... આ બધાની સ્થિતિના કારણે થતી તરતમતાઓ-રસના કારણે થતી તરતમતાઓ-
પૌલિક જથ્થાની તરતમતા - આ બધી બાબતો અંગે અન્ય દર્શનકારો બિલકુલ મૌન છે. એમની નજર જ ત્યાં પહોંચતી નથી. જ્યારે જૈન ગ્રન્થકારો સર્વજ્ઞવચનના બળે આ વિષયમાં એટલા ઊંડા ઉતર્યા છે, અને સૂક્ષ્મ ગણિતપૂર્વકનું સૂક્ષ્મતમ એવું સચોટ નિરૂપણ કર્યું છે કે જેથી વિશ્વ વામને એક સમૃદ્ધ ખજાનો સહજ પ્રાપ્ત થઈ ગયો છે.
આ સમૃદ્ધ ખજાનાના બહુમૂલ્ય મણકા આ પ્રમાણે છે -
શ્રી જૈન આગમોમાં કર્મસાહિત્યને હૃદયની ઉપમા આપવામાં આવી છે. અર્થાત્ શરીરમાં જેમ હૃદય એ મહત્ત્વનું અંગ છે એમ શ્રી જૈન આગમોમાં કર્મસાહિત્ય એ મહત્ત્વનો વિષય છે. એટલે જ ચૌદપૂર્વમાં બીજા અગ્રાયણીયપૂર્વનો ‘કર્મ પ્રાભૃત' નામનો એક વિભાગ કર્મ વિષયક હતો. એમ જ પાંચમાં જ્ઞાનપ્રવાદપૂર્વમાં અને આઠમા કર્મપ્રવાદપૂર્વમાં પણ કર્મ અંગેની સુંદર વાતો હતી. કમ્મપયડી, કષાયમામૃત, પંચસંગ્રહ, સપ્તતિકા, પ્રાચીન છ કર્મગ્રન્થ વગેરે વર્તમાનમાં વિદ્યમાન ગ્રંથો આ પૂર્વોમાંથી ઉદ્ધત થયેલા છે. જે નીચે મુજબ જાણવા -