________________
(૨૩)
નૂતન કર્મસાહિત્ય રચનાના તેઓશ્રીએ સેવેલા મનોરથને સાકાર કરવા માટે તેઓશ્રીના અનન્ય કૃપાપાત્ર શિષ્યાવતંસ સ્વ. પૂ.આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સાહેબે યુવા સાધુઓનું વૃંદ તૈયાર કર્યું. એમાંના મેધાવી સાધુઓને આ ગુરુ-શિષ્યે ભણાવી ગણાવીને તૈયાર કર્યા. આ મેધાવી સાધુઓને પ્રેમ-વાત્સલ્યથી પ્રેરણાના અમૃતપાન પાઇને સ્વ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સાહેબે તેઓ પાસે નૂતન વિશાળ કર્મસાહિત્યની રચના કરાવી, જેમાં બંધવિહાણું, ખવગસેઢી, ઉપશમનાકરણ તથા પ્રસ્તુત ગ્રન્થ મુખ્ય છે. તેઓશ્રીની હયાતીમાં આમાંથી જે કંઈ રચનાઓ થઈ એ બધાનું સંશોધન તેઓશ્રીએ પોતાની માર્ગાનુસારી પ્રજ્ઞાથી કર્યું હતું. જીવનના અંતિમ દિવસો સુધી સ્વાધ્યાય એ તેઓશ્રીનો પ્રાણ હતો. વિ.સં. ૧૯૫૭ કા.વ. ૬ ગિરિરાજની શીતલ છાયામાં દીક્ષા લઈને ખંભાત મુકામે વિ.સં. ૨૦૨૪ વૈશાખ વદ-૧૧ ના કાળધર્મ પામ્યા. તેઓશ્રીના આજીવન અંતેવાસી પટ્ટાલંકાર થયા સ્વ. પૂ.આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પંચાચારના પાલન-પલાવનમાં પ્રવિણ તેઓ અત્યંત અપ્રમત્ત સાધક હતાં. ન્યાયવિશારદ તેઓ અચ્છા ઉપદેશક અને કુશળ લેખક હતાં. વર્ધમાનતપોનિધિ એવા તેઓએ પોતાના ગુરુ મ. ના શુભાર્શીવાદથી યુવાનોને શ્રદ્ધા-આચાર અને જ્ઞાનના માર્ગે જોડનાર-દઢ કરનાર એવી શિબિરોનો પ્રારંભ કરેલો હતો. જે શિબિરોએ આજ સુધીમાં હજારો યુવાનોને ધર્મમાર્ગે અગ્રેસર કર્યા છે. નૂતન કર્મસાહિત્યમાં જે મુખ્ય સર્જકો હતા તેઓ મુખ્યતયા આ જ આ. ભગવંતના શિષ્ય-પ્ર.શિષ્યાદિ હતા. વિ.સં. ૧૯૯૧ પોષ સુદ ૧૨ ચાણસમા મુકામે દીક્ષા, વિ.સં. ૨૦૪૯ ચૈત્રવદ ૧૩ ના અમદાવાદ મુકામે કાળધર્મ.
તેઓશ્રીના પટ્ટધર વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાંત દિવાકર પૂજ્ય આચાર્યશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. ૧૪ વર્ષની બાલ્યવયે પિતા સાથે દિક્ષિત થઈને પોતાના ત્રણે ગુરુવર્યો સ્વ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ., સ્વ. પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. તથા સ્વ. પૂ. ધર્મઘોષવિ. મ.... આ ત્રણેની અનન્ય કૃપાના બળે તેઓશ્રી અનુપમ પરિણતિના ધારક બન્યા છે. આગમો-છેદગ્રન્થોકર્મસાહિત્ય-પ્રકરણ ગ્રન્થોના તેઓશ્રી માત્ર અધ્યેતા જ નથી... પણ ભારે હેરત પમાડી દે એવી આ બધા પદાર્થોની સચોટ ઉપસ્થિતિ પણ ધરાવનારા છે. જે ભણ્યા એના બધા પદાર્થો ઉપસ્થિત... એના પ્રભાવે તેઓશ્રી હરતાફરતા જીવંત જ્ઞાન ભંડાર જેવા છે. આ પદાર્થ-ઉપસ્થિતિના પ્રભાવે તેઓશ્રી પૂર્વાપર અનુસંધાનપૂર્વક ખૂબ જ ઊંડાણપૂર્વકની અનુપ્રેક્ષા કરે છે ને શાસ્ત્રોનાં અપૂર્વ તર્કસંગત-અનેક શાસ્ત્ર વચનોથી સમર્થિત રહસ્યાર્થો પ્રગટ કરે છે, જે ચતુર્વિધ સંધ પર તેઓશ્રીનો અનુપમ ઉપકાર છે. સૂક્ષ્માર્થનું ચિંતન કરનારી તેઓશ્રીની આ અનુપ્રેક્ષા એ પ્રસ્તુત નૂતન કર્મસાહિત્યના સર્જનનો એક મુખ્ય પાયો છે. ઉપાસ્ય તત્ત્વોના બહુમાન પર જોર આપતી તેઓશ્રીની સંયમસ્પર્શી વાચનાઓ નિર્મળ પરિણિતિ ઘડવાના એક અમોઘ ઉપાય જેવી હોય છે. વર્તમાનકાળના એક નંબરના ગીતાર્થ હોવા છતાં અત્યંત નમ્રતા-સરળતા-પાપભીરૂતા-પ્રબળ સંવેગ-વૈરાગ્ય અને આધ્યાત્મિકતા... વગેરે તેઓશ્રીનો અવ્વલકક્ષાનો ગુણવૈભવ છે.
‘બંધ વિધાન’ મહાગ્રન્થના તેઓશ્રી એક પદાર્થ સંગ્રહકાર છે. એ મહાગ્રન્થના મૂળકાર અને વૃત્તિકાર અનેક મહાત્માઓના તેઓશ્રી અધ્યાપક છે. એ મહાગ્રન્થના અનેક વિભાગોની વૃત્તિના