________________
(૨૪) તેઓશ્રી રચયિતા છે. વર્તમાન સંઘમાં સર્વાધિક સુવિહિત સાધુઓના સમુદાયના તેઓશ્રી અધિપતિ છે. સકળ સંઘની એકતા દ્વારા શાસનનો જયજયકાર થાય એવી શુભેચ્છા શુભ પ્રયત્નના હિમાયતી પૂજ્યશ્રીના ચરણોમાં વંદના.
તેઓશ્રીના અનન્ય મિત્ર મહાત્મા હતા સ્વ. પૂજ્ય દાદાગુરુદેવ શ્રીમદ્ વિજયધર્મજિસૂરીશ્વરજી મ.સા. તેઓશ્રી સંસારી સંબંધે મારા કાકા થાય. સંયમસંબંધે મારા દાદા ગુરુદેવ થાય. સ્વ. પૂજયપાદ વર્ધમાનતપોનિધિ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વૈરાગ્ય પ્રચુર વ્યાખ્યાનો સાંભળીને જ વૈરાગ્યમાં મહાલતા એવા થયા કે સુરત રહેતા માતપિતા પાસે દીક્ષાની તૂર્ત સંમતિ મેળવવા તાર કરાવ્યો. પ્રશાંતમૂર્તિ-વ્યવહારદક્ષ-અધ્યાત્મરસિક-પ્રભુભક્તિરસિકચૈત્યપરિપાટી રસિકસદા સુપ્રસન્ન-અધ્યયન-અધ્યાપનરત-વર્ધમાન તપ ઓળીના તપસ્વી... આવા બધા અનેક ગુણોથી તેઓશ્રી અલંકૃત હતા. વિવિધ શાસ્ત્રોના પદાર્થોનો ટૂંકી નોંધ દ્વારા સંગ્રહ કરવામાં ખૂબ કુશળ હતાં. આવી નોંધ કરી પદાર્થો ઉપસ્થિત કરવા-પુનરાવર્તન કરવું-અનુપ્રેક્ષા દ્વારા પૂર્વાપર પદાર્થોનું અનુસંધાન કરવું... અને પછી આ ગ્રન્થમાં આ પ્રમાણે કહ્યું છે તો અન્યત્ર આવું કેમ કહ્યું છે? વગેરે રીતે પ્રશ્નો ઉઠાવવાની તેઓશ્રીની કળા દાદ માંગી લે એવી હતી. તેઓશ્રી આવા સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રશ્નો ઉઠાવતા અને પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા. એના શાસ્ત્રવચનો પરથી રહસ્યાર્થો તારવી અચરજ પમાડે એવા ઉત્તરો શોધી કાઢતા. બંધવિધાન કહો કે નવગસેઢી કહો કે ઉપશમનાકરણ કહો... આ બધામાં સૂક્ષ્મરહસ્યાર્થભૂત તર્કબદ્ધ અતીન્દ્રિય પદાર્થોનો જે અનુપમ સંગ્રહ થયો છે તેમાં આવા પ્રશ્નો-ઉત્તરોનો સિંહફાળો છે. આ બધા જ ગ્રન્થોમાં તેઓશ્રી પણ એક પદાર્થ સંગ્રાહક હતા. તથા બંધવિધાન આદિ ગ્રન્થોના મૂળકાર-વૃત્તિકારોને ભણાવીને ગ્રન્થસર્જન માટે તૈયાર કરવામાં તેઓશ્રીનો પણ ઘણો ફાળો હતો. તેઓશ્રી કર્મસાહિત્ય ઉપરાંત છેદગ્રન્થો-પ્રકરણ ગ્રન્થોમાં ખુબ કુશળ હતાં. તેઓશ્રીનું આનંદઘનચોવીશી વગેરે પરનું આધ્યાત્મિક ચિંતન ઘણું બોધપ્રદ હતું. તેઓશ્રીના પગલે પગલે પરિવારમાંથી કુલ અગ્યાર દીક્ષાઓ થઈ. વિ.સં. ૨૦૦૭, મહા સુદ ૧૦ સુરત મુકામે દીક્ષા, વિ.સં. ૨૦૪૩ વૈ.સુ. ૬ કોલ્હાપુર મુકામે આચાર્યપદવી અને વિ.સં. ૨૦૪૪, ચૈત્ર વદ ૧૪ કોલ્હાપુર મુકામે પક્ષ્મી પ્રતિક્રમણમાં પપ્પી સૂત્રના શ્રવણ દરમ્યાન કાળધર્મ.. પૂજ્યશ્રીના ચરણોમાં વંદના...
પ્રસ્તુત ઉપશમનાકરણ ગ્રન્થના રચયિતાઓમાંના ત્રીજા એક છે વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. સારા ઘરની સુશીલ કન્યા સાથે સગપણ થઈ ગયું હોવા છતાં, સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વૈરાગ્ય ઉદ્ઘોધક પ્રવચનોના શ્રવણથી વેરાગ્યનો વિસ્ફોટ થયો. બધાની સંમતિપૂર્વક સંયમના સાજ સજ્યા, ચારિત્ર લીધું, જેની સાથે સગપણ થયેલ તે કન્યાએ પણ તેમને અનુસરી સંયમ ગ્રહણ કર્યું. યુવાવય... તેજ ક્ષયોપશમ અને ભણવાની ધગશ... સમતાસાગર સ્વ. પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજય મ.સા.જેવા ગુરુભગવંત... આત્મવિકાસમાં ખૂબ પ્રગતિ થવા માંડી.. ઝળહળતો વૈરાગ્ય... સૌમ્યપ્રકૃતિ... ઉપદેશ કુશળતા... વ્યવહારદક્ષતા... વિહરમાન શ્રી સીમંધરસ્વામી પ્રત્યે અનન્ય ભક્તિ...