________________
(૧૬) પ્રાચીન ૬ કર્મગ્રન્યો : (૧) કર્મવિપાક : કર્તા-ગર્ગષિમુનિ... ૧૬૮ શ્લોક પ્રમાણ... રચના-વિક્રમની ૧૦મી સદી. (૨) કર્મસ્તવ : અજ્ઞાતકર્તક... ૫૭ શ્લોક પ્રમાણ... આનું “બન્યોદય-સયુક્ત-સ્તવ'
આવું બીજું નામ પણ છે. (૩) બન્ધસ્વામિત્વ : અજ્ઞાતકર્તક...૫૪ શ્લોક પ્રમાણ... આના પર બૃહદ્ગચ્છના શ્રી
હરિભદ્રસૂરિજીએ વિ.સં. ૧૧૭૨ માં રચેલી સંસ્કૃત ટીકા છે. (૪) ષડશીતિ : શ્રી જિનવલ્લભગણિ કૃર્તક આ ગ્રન્થ ૮૬ શ્લોક પ્રમાણ હોવાથી ષડશીતિ
કહેવાય છે. વિક્રમની ૧૨મી સદીમાં એની રચના થયેલી છે. એનું બીજું
નામ “આગમિક વસ્તુ વિચારસાર' પણ છે. (૫) શતક : ૧૦૦ શ્લોક પ્રમાણ આ ગ્રન્થના રચયિતા શ્રી શિવશર્મસૂરિજી મહારાજ
છે. જેઓ કમ્મપયડીના પણ કર્તા છે. બીજા અગ્રાયણીયપૂર્વની પાંચમી ક્ષીણલબ્ધિ નામની વસ્તુના ચોથા કર્મપ્રકૃતિપ્રાભૃતમાંથી આ ગ્રન્થ ઉદ્ધત
થયેલો છે. એના પર પ્રાચીન ચૂર્ણિ છે. તથા ભાષ્ય અને વૃત્તિ પણ છે. (૬) સપ્તતિકા : આ ગ્રન્થના કર્તા શ્રી ચન્દ્રમહત્તરાચાર્ય છે. કેટલાક પ્રાચીન ઈતિહાસવિદો
એવું પણ માને છે કે આના કર્તા પણ શિવશર્મસૂરિજી મહારાજ જ છે.) આ ગ્રન્થની ગાથા ૭૦ હોવાથી એનું નામ સપ્તતિકા છે. શતકની જેમ આ પણ કર્મપ્રકૃતિપ્રાતમાંથી ઉદ્ધત થયેલ છે. આના પર પણ ચૂર્ણિ
ટીકાઓ છે. આ બધા કર્મગ્રન્થી પ્રાચીન એટલા માટે કહેવાય છે કે પૂ.આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે આ બધા પરથી સરળતા થાય એ રીતે તે તે નામના કર્મગ્રન્થની રચના કરી છે. એટલે એ કર્મગ્રન્થ અર્વાચીન થવાથી આ કર્મગ્રન્થો પ્રાચીન કહેવાય છે. વળી દેવેન્દ્રસૂરિજી મહારાજે પાંચ અર્વાચીન કર્મગ્રન્થ જ રચ્યા છે. એટલે છો તો પ્રાચીન કહો કે અર્વાચીને એક જ છે. હાલ ભણવા ભણાવવામાં અર્વાચીન કર્મગ્રન્થો જ મુખ્યતયા પ્રચલિત છે.
અર્વાચીન પાંચે કર્મગ્રન્થો પર પ્રથકાર શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજની પોતાની વૃત્તિઓ છે. પણ એમાંથી ત્રીજા કર્મગ્રન્થ પરની વૃત્તિ હાલ ઉપલબ્ધ નથી તથા પાંચે કર્મગ્રન્યો પર ૨૯૫૮ શ્લોક પ્રમાણ શ્રી મુનિશેખરસૂરિજીની ટીકા છે, ૫૪૦૭ શ્લોક પ્રમાણ શ્રી ગુણરત્નસૂરિજીની ટીકા છે તથા બીજા કર્મગ્રન્થ પર ૧૫૦ શ્લોક પ્રમાણ શ્રી કમલસંયમ ઉપાધ્યાયજીનું વિવરણ છે. તેમજ શ્રી જયસોમસૂરિજી મહારાજનો ૧૭000 શ્લોકપ્રમાણ, શ્રી મતિચંદ્રસૂરિજી મહારાજનો ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ અને શ્રી જીવવિજયજી મહારાજનો ૧૦૦૦ શ્લોકપ્રમાણ બાલાવબોધ પણ રચાયેલ છે.
તથા છઠ્ઠા સપ્તતિકા કર્મગ્રન્થ પર શ્રી અભયદેવસૂરિજી કૃત ભાષ્ય, અજ્ઞાતકૃર્તક-ચૂર્ણિ, ચન્દ્રર્ષિમહત્તરાચાર્યક્ત પ્રાપ્તવૃત્તિ, શ્રી મલયગિરિજી કૃત સંસ્કૃત ટીકા, શ્રી મેરૂતુંગાચાર્યકૃત ભાષ્યવૃત્તિ અને શ્રી ગુણરત્નસૂરિ કૃત અવસૂરિ છે.