________________
(૧૭) વર્તમાનમાં અધ્યાપક અધ્યેતાઓને સરળતા રહે એ માટે ગુજરાતી ભાષામાં આ છએ કર્મગ્રન્થો પર અનેક વિવેચનો પ્રકાશિત થયેલા છે અને તેથી છએ કર્મગ્રન્થોનું અધ્યયન ચતુર્વિધ શ્રી સંઘમાં નોંધપાત્ર રીતે વધ્યું છે.
• કર્મપ્રકૃતિ (કમ્મપડિ) - પ્રાચીન-અર્વાચીન છે કર્મગ્રંથની ઉપર શિરમોર કહેવાય એવા આ ગ્રંથના રચયિતા પૂ.આ. શ્રી શિવશર્મસૂરિજી છે, જેઓ દષ્ટિવાદના જ્ઞાતા-પૂર્વધર હતા. તેઓએ બીજા આગ્રાયણીય પૂર્વની પાંચમી વસ્તુના કર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૃત ઉપરથી આ ગ્રંથ ઉદ્ધત કર્યો છે. આ ગ્રંથ કર્મપ્રકૃતિ મૂળ કે કર્મપ્રકૃતિસંગ્રહણી તરીકે પણ ઓળખાય છે. પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે ૪૭૫ શ્લોકપ્રમાણ આ ગ્રન્થ પર ૭૦૦૦ શ્લોક પ્રમાણ અજ્ઞાતકર્તક ચૂર્ણિ છે. જે ચૂર્ણિના વિષમપદો પર પૂ. મુનિચન્દ્રસૂરિ મહારાજ કૃત વિષમપદ ટીપ્પણ છે. વળી આ કમ્મપયડિ ગ્રન્થ પર શ્રી મલયગિરિ મહારાજ વિરચિત ૮૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ગદ્યમય વૃત્તિ છે. તેમજ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ગદ્યમય વૃત્તિ છે. આ ગ્રન્થના ગહન પદાર્થો ટૂંકમાં સરળતાથી સમજાય એ માટે મારાં કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧ તથા ભાગ-ર એમ બે પુસ્તકો પ્રકાશિત થયેલા છે. તેમજ તે તે પદાર્થોના ઊંડા રહસ્યાર્થ પામવા માટે કર્મ પ્રકૃતિ-પ્રશ્નોત્તરી (ભાગ-૩) નામે પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે. શ્રી શિવશર્મસૂરિજી મહારાજ કૃત આ ગ્રન્થના જ એક અધિકાર ઉપશમનાકરણના વિસ્તૃત વિવેચનરૂપે પ્રસ્તુત ગ્રંથ છે.
• પંચસંગ્રહ - શ્રી ચંદ્રર્ષિ મહત્તરાચાર્યકૃત આ ગ્રન્થ ૯૬૩ શ્લોક પ્રમાણ છે. આના બે ભાગ છે. પ્રથમ ભાગમાં પાંચ કારો છે. બીજા ભાગમાં બંધનકરણ વગેરે આઠ કરણોનું નિરૂપણ છે. આના પર ક્રમશઃ ૯૦૦૦ અને ૧૮૮૫૦ શ્લોકપ્રમાણ સ્વોપજ્ઞ તથા શ્રી મલયગિરિ મહારાજ કૃત ટીકાઓ છે.
• કષાયપ્રાભૃત : જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વની દશમી વસ્તુના ત્રીજા પ્રાભૃતમાંથી રચાયેલા આ ગ્રન્થમાં કર્મ અને કષાયનું અતિવિસ્તૃત વર્ણન છે. આ ગ્રન્થ વીરસંવત ૪૬૭ આસપાસ શ્રી ગુણધરવાચકે રચેલો છે. તથા એના પર આર્યમંગુના શિષ્ય અને આર્ય નાગહસ્તીના અંતેવાસી એવા યતિવૃષભાચાર્ય મૂળ ગ્રન્થના પદાર્થોને ખૂબ સ્પષ્ટ કરતી વિસ્તૃત ચૂર્ણિની રચના કરી છે. કષાયપ્રાભૂત મૂળ અને ચૂર્ણિ... આ બન્ને દિગંબર મતોત્પત્તિ પૂર્વે રચાયેલા હોવાથી શ્વેતામ્બર અને દિગંબર બન્નેને માન્ય ગ્રન્યો છે. આ ગ્રન્થ પર શામકુંડાચાર્યની, તંબુલૂરાચાર્યની અને બપ્પદેવસૂરિજીની ટીકા છે. તથા શ્રી વીરસેનાચાર્યની ૬૦૦૦ શ્લોક પ્રમાણ જયધવલા નામે મહાટીકા છે. પ્રસ્તુત ગ્રંથમાં કમ્મપયડીગત ઉપશમનાકરણના સૂક્ષ્માર્થ વિસ્તાર માટે મુખ્યતયા આ ગ્રન્થનો આધાર લેવામાં આવેલ છે. આ ગ્રન્થમાં પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિ... વગેરેથી લઈને ઉપશમશ્રેણી... વગેરેનું ખૂબ જ સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ નિરૂપણ હૃદયંગમ રીતે કરવામાં આવેલું છે. સાથે સાથે જરૂરી એવું ગણિત પણ તે તે સ્થળે આપેલ છે એ મનને પ્રફુલ્લિત કરી દે એવું છે અને અંતઃકરણ “આવું નિરૂપણ સર્વજ્ઞ સિવાય અન્ય કોઈનું સંભવે નહીં એવો પોકાર કરી ઉઠે એવું