Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ 4..51..21..$1. પ્ર..કા. શ અત્યંત સદ્ભાગ્ય છે અમારું... પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ની પુણ્યકૃપાથી અને માર્ગદર્શનથી વિશાળ કર્મ સાહિત્યની રચના થઈ રહી હતી. તેમાં બે ગ્રંથો જે ગુજરાતીમાં હતા તેનું પ્રકાશન બાકી હતું. અમારા ટ્રસ્ટને તે બે ગ્રંથોમાંથી “ઉપશમનાકરણ વિસ્તૃત ગુજરાતી વિવેચન (ભાગ-૧)’ નામના પ્રથમ ગ્રંથના પ્રકાશનનો લાભ મળી રહ્યો છે. પચાસ વર્ષ પૂર્વે આ ગ્રંથો તૈયાર થયા હતા, પણ ગમે તે કારણે તેનું પ્રકાશન બાકી રહેલ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ. પાસે આ મેટર હતું. તેઓએ જ આ મેટર વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવા જણાવ્યું. લગભગ બે વર્ષના પરિશ્રમે વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.ના પ્રયાસથી વ્યવસ્થિત થઈ આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. હજી બીજા ક્ષપકશ્રેણી, ઉપશમનાકરણ (ભાગ-૨)' ગ્રંથના પણ પદાર્થોનું કાચું મેટ૨ પડ્યું છે. આશા રાખીએ તેના પ્રકાશનનો પણ શીઘ્ર લાભ અમને મળે. પ્રસ્તુત પ્રકાશન અંગે પૂ. આ. હેમચન્દ્રસૂરિ મ.નું તથા પૂ.આ. અભયશેખરસૂરિ મ.નું પ્રસ્તુત માહિતીવાળું લખાણ આ ગ્રંથમાં જ પ્રકાશિત થઈ ગયું છે. તેથી તે માટે અમારે વિશેષ જણાવવાનું રહેતું નથી. અમારુ ટ્રસ્ટ શ્રુતભક્તિના કાર્યમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. તેનો અમને અત્યંત આનંદ છે. હજુ વિશેષ શ્રુતભક્તિના લાભો મળે તેવી માતા સરસ્વતી દેવીને અમારી ભાવભરી પ્રાર્થના છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 372