Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ (૧૦) બ્રહ્મચર્યનું તેજ વિરાજે, જે મૂળ સર્વગુણોનું હો ગુરુવર. મન-વચ-કાય શુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો ગુરુવર. ગુણ ગાતા મેં કઈ જન દીઠા, અહો મહાબ્રહ્મચારી હો ગુરુવર. આ કાળે દીઠો નહી એહવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો ગુરુવર. આવા બ્રહ્મસમ્રાટ, સંયમ સમ્રાટ, જ્ઞાનનિધિ, સાધુ સમ્રાટ એવા વર્તમાન વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મહાપુરુષના હાથે સંયમની પ્રાપ્તિ જ માત્ર નહી પણ કર્મસાહિત્ય જેવા ઉચ્ચ અને ઉંડા વિષયનું જ્ઞાન અમને તેમની પાસેથી મળે એ અમારું કેટલું બધું સૌભાગ્ય ! ખરેખર અમે બડભાગી બન્યા. પૂજ્યપાદ પરમ ગુરુદેવ દ્વારા શરૂ થયેલી અમારી જ્ઞાનયાત્રા કુદકે ને ભુસકે આગળ વધવા માંડી. ૧-૨-૩-૪-૫ કર્મગ્રંથના પદાર્થો થવા માંડ્યા. પૂજયપાદ પરમ ગુરુદેવની એ વિશેષતા હતી કે પુસ્તકના આલંબન વિના જ તેઓ મોઢેથી પદાર્થો સમજાવતા. અમે પદાર્થોની ટૂંકી નોંધ ત્યાં કરી પછી કર્મગ્રંથના વિશિષ્ટ વિવેચનો જાતે વાંચી તેના ઉપરથી પદાર્થોની વિશિષ્ટ નોંધ કરતા... લગભગ તો આ જ રીતે નોંધ કરતા ઘણા પદાર્થો ઉપસ્થિત થઈ.જતા. સાંજે અંધારા પૂર્વે આ નોંધ પર પાછી જરા નજર નાખતા અને રાત્રે પ્રતિક્રમણ પછી આ પદાર્થોનો ધારાબદ્ધ પાઠ થતો... પ્રતિદિનના આ રીતે પુનરાવર્તનથી પદાર્થો ખૂબ જ રૂઢ થવા માંડ્યા. પાંચ કર્મગ્રંથ પછી છઠ્ઠા કર્મગ્રંથમાં ભાંગાઓની જાળમાં કેટલાક અટવાઈ ગયા અને અટકી ગયા. છ કર્મગ્રંથ પછી કર્મપ્રકૃતિના બંધનકરણ, સંક્રમકરણ, અપવર્તનાકરણ, ઉદ્વર્તનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તકરણ અને નિકાચનાકરણ તથા ઉદય-સત્તાનો અભ્યાસ આગળ વધ્યો. આઠ કરણ તથા ઉદય સત્તા થઈ દશે વિષય અમારા પૂર્ણ થયા. લગભગ એકાદ વર્ષમાં અમારો આ અભ્યાસ પૂર્ણ થયો. પછી તો છયે કર્મગ્રંથોની ટીકા, પ્રાચીન કર્મગ્રંથોની ટીકા, કર્મપ્રકૃતિની ચૂર્ણિ-ટીકાઓ વગેરેનું વાંચન પણ સારી રીતે થઈ ગયું. પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીની ઈચ્છા થઈ કે હવે દિગમ્બર કર્મસાહિત્ય પણ જોઈ લો. સં. ૨૦૧૦ ના અહમદનગરના ચાતુર્માસમાં અમે ત્રણ જણા પૂ. જયઘોષ વિ. મ.સા. (વર્તમાન ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરિ મ.) પૂ. ધર્માનંદ વિ. મ.સા. (પૂ. ધર્મજિતસૂરિ મ.સા.) તથા હું અમે ત્રણે ગોમટસાર વગેરે ગ્રંથોનું અવગાહન ચાલુ કર્યું. રોજ સવારે નવકારશી પછી ગોચરી સુધી (૮ થી ૧૧ લગભગ સાડા ત્રણ કલાક) અમારી આ જ્ઞાનચર્યા ચાલતી. પ્રસંગ એકવાર એવો બન્યો કે આ ગ્રંથોની અવગાહના કરતા સૂક્ષ્મ ગણિતના પદાર્થો આવ્યાં. એમાં અમે અટવાઈ ગયા. ઘણી મહેનત કરી પદાર્થનું ગણિત સમજાતું ન હતું. અમે નિર્ણય કર્યો. આનો ઉકેલ ન મળે ત્યાં સુધી ગોચરી વાપરવી નથી. મહાત્માઓની આખી માંડલિની (૩૪ સાધુઓ હતા) ગોચરી વપરાઈ ગઈ. અમારો નિવેડો આવતો ન હતો. લગભગ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 372