Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 35
________________ ૨૨ શ્લોક-૧૧ વિચક્ષણનો કસોટી પથ્થર પવેશપત્નો : रज्जिज्जइ सुगुणेसु बैज्झइ राओ न नेहवज्जेसु । कीरइ पत्तपरिखा दक्खाण इमो अ कसवट्टो॥११॥ ___ शोभनाः परार्थादयो गुणा येषां ते सुगुणाः, तेषु रज्यते, गुणानुरागस्य गुणावाप्तिविधावमोघबीजकल्पत्वात् स्नेहवर्जेषु - आत्मन्यननुरक्तेषु, रागो न बध्यते, एकपाक्षिकस्नेहस्य दुःखनिबन्धनत्वात् । तथा पात्रपरीक्षा क्रियते, अपरीक्षितपक्षपातिनः प्रत्यपायपात्रत्वात् । एष च सुगुणानुरागप्रभृतिः, दक्षाणाम् - सद्गुरुसमुपासनसामर्थ्यात्सद्विधिविचक्षणानाम्, સદ્ગણીઓમાં અનુરાગ કરાય. નિઃસ્નેહીઓમાં રાગ ન કરાય, પાત્રપરીક્ષા કરાય, આ વિચક્ષણોનો કષપટ્ટ છે. ૧૧. જેમના સુંદર પરાર્થ વગેરે ગુણો છે, તેઓ = સદ્ગણીઓ, તેમના પ્રત્યે રાગ કરાય. કારણ કે ગુણાનુરાગ એ ગુણપ્રાપ્તિ માટે અમોઘ બીજ સમાન છે. જેઓ નિઃસ્નેહી છે = પોતાનામાં અનુરક્ત નથી, તેમના પ્રત્યે રાગ ન બંધાય, કારણ કે એકપક્ષી સ્નેહ દુઃખનું કારણ છે. તથા પાત્ર પરીક્ષા કરાય, કારણ કે જે અપરીક્ષિતનો પક્ષપાત કરે, તે આપત્તિઓનું ભાજન થાય છે. અને આ = સદ્ગણી પ્રત્યે ગુણાનુરાગ વગેરે, દક્ષોનો ૨. વ-નિશુng | ૨. ઉ.વ-જ્ઞિરૂ I

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92