________________
३८
શ્લોક-૧૮ વશીકરણવિધિ उपदेशरत्नकोषः तत्प्रशंसायाः प्रायेणेष्टतमत्वात्, उक्तं च - यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोज्झी । तेषामिमां सन्तनु यल्लभेथास्तां नेष्टदानाद्धि विनेष्टलाभः - इति (अध्यात्मकल्पद्रुमे १५३) । तदेतदमन्त्रमूलं वशीकरणम्, दृश्यते चैतत् यत् प्रियवचनादिप्रभावेण मन्त्रादिकमन्तरेणापि वशीभवन्ति प्राणिन इति । इदमन्यदपि वशीकारादिविभूतिविश्राणक-मित्याह
પોતાના ગુણોની પ્રશંસા ઈષ્ટ છે, તેમ બીજાને પણ પોતાના ગુણોની પ્રશંસા ઈષ્ટ છે. માટે તું મત્સર છોડીને તેમની ગુણપ્રશંસા કરતો જા. ઈષ્ટ આપ્યા વિના તને ઈષ્ટ મળવાનું નથી. (અધ્યાત્મકલ્પદ્રુમ ૧પ૩). આ મંત્ર અને મૂળ (વિશિષ્ટ પ્રભાવશાળી ઔષધિ) વગરનું વશીકરણ છે. આવું દેખાય છે કે પ્રિયવચન વગેરેના પ્રભાવે મંત્ર વગેરે વિના પણ જીવો વશ થઈ જાય છે. આ અન્ય પણ વશીકરણ વગેરે ઐશ્વર્ય આપનારું છે, એ કહે છે –
અવસરે બોલાય, ઘણાની વચ્ચે દુર્જનને ય સન્માન અપાય, આ પોતાનો ને આ પારકો એવો વિશેષ જણાય, તેના સર્વ પ્રયોજનો સિદ્ધ થાય છે. ૧લા,
१. क-प्रतौ इदं वृत्तं न दृश्यते । ख-जंपिज्जइ पत्थावे ।