________________
उपदेशरत्नकोषः છે, એ તેઓ સમજતા નથી. નાગકેતુ જેવા પુણ્યાત્મા પ્રભુની ફૂલપૂજા કરતા કેવળજ્ઞાન પામ્યા. સાદિ અનંત કાળ માટે શાશ્વત પદને પામ્યા. કાયમ માટે છકાયના જીવોની હિંસાથી મુક્ત બની ગયા. કેવળીઓ જાણે છે કે, પ્રભુપૂજાના વિરોધીઓ અનંતકાળ સુધી સંસારમાં ભમે છે. અને અનંત જીવનોમાં છકાયના જીવોની હિંસા કરે છે. આ રીતે સ્વરૂપથી સપાપ પૂજા પણ પરંપરાએ નિષ્પાપ છે. મહામહોપાધ્યાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય
શ્રી યશોવિજયજી ગણિવર્યે પોતાના અગાધ શાસ્ત્રજ્ઞાનનો નિચોડ ઓપતા કહ્યું છે – સ્વરૂપથી દીસે સાવદ્ય અનુબંધે પૂજા નિરવદ્ય, જે કારણ જિન ગુણ બહુમાન તે અવસર વરતે શુભ ધ્યાન. જિનવર પૂજા દેખી કરી ભવિયણ ભાવે ભવજલ તરી, છકાયના રક્ષક હોય વળી, એ ભાવ જાણે કેવળી.
આ જ પુણ્ય પુરુષે ત્રિશ ત્રિશિકામાં પણ કહ્યું
છે -
न च स्नानादिना काय-वधादत्रास्ति दुष्टता । दोषादधिकभावस्य, तत्रानुभविकत्वतः ॥५-२७॥
સ્નાન વગેરેથી જીવવિરાધના થતી હોવાથી પ્રભુપૂજા દૂષિત છે, એવું નથી. કારણ કે એ દોષ કરતા અધિક