________________
*.
*
*
જીવન અને જનમોજનમને
સુવાસિત કરતી ને પુષ્પપૂજા
પરમાત્મા મહાવીરે કહ્યું હતું કે ભવિષ્યમાં એવા અનેક મતો નીકળશે, જેઓ મારા શાસન પર પ્રહારો કરશે, આગમવાણીનો વિપ્લવ કરવા પ્રયત્ન કરશે, શુદ્ધ પરંપરાનો વિલોપ કરવા પ્રયત્ન કરશે, આમ છતાં પણ મારું શાસન ૨૧ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલુ રહેશે. પાંચમા આરાના અંત સુધી મારી શુદ્ધ પરંપરાનું અનુસંધાન ચાલુ જ રહેશે.
આજે કેટલાક અજ્ઞાની જીવો શુદ્ધ પરંપરાનો વિરોધ કરી રહ્યા છે. તેમને એવો ભ્રમ છે, કે પ્રભુભૂજામાં પાપ છે. પુષ્પ વગેરેના જીવોની હિંસા ન કરાય. આ અજ્ઞાની જીવો ખરેખર દયાપાત્ર છે. ઉપલક દૃષ્ટિએ જેઓ તેમની વાત માની લે છે, તેઓ તો અત્યંત દયાપાત્ર છે. શાસ્ત્રોના રહસ્ય તેમણે જાણ્યા નથી. પુષ્પ વગેરેના જીવોની દેખીતી દયાની પાછળ પોતાના આત્મા પર, મુગ્ધ શ્રોતા પર અને સમગ્ર વિશ્વના છકાયના જીવો પર નિર્દયતા રહેલી