________________
उपदेशरत्नकोषः जत्थ य अहिंसभावो तत्थ य सुहजोगकारणं भणियं । अणुबंधहेउरहिओ वट्टइ इह तेण नो हिंसा ॥१-२०२॥
જ્યાં મનમાં અહિંસાનો ભાવ છે, ત્યાં આગમમાં પ્રશસ્ત પ્રવૃત્તિનું કારણ કહ્યું છે. વળી અહીં પરંપરાએ પણ હિંસા થતી નથી, માટે જિનપૂજામાં હિંસા નથી.
આટઆટલા શાસ્ત્રવચનોને જાણ્યા પછી પણ જેઓ પોતાના કુતર્ક અને કદાગ્રહથી પાછા ફરતા નથી, તેમને પૂ. હરિભદ્રસૂરિ મહારાજા લાલબત્તી ધરવા સાથે કહે છે - - - अण्णत्थाऽऽरंभवओ धम्मेऽणारंभओ अणाभोगो । लोए पवयणखिसा अबोहिबीअं ति दोसा य ॥
પંચાશક ૮-૧ર જે ઘર વગેરે માટે હિંસા કરે છે, તે ધર્મ માટે હિંસા ન કરે, એ તેનું અજ્ઞાન છે. લોકો પણ તેના લીધે જિનશાસનની નિંદા કરે, કે આ લોકોનો ધર્મ તો જુઓ, પોતાના ભગવાનને ય પૂજતા નથી, આ રીતે બીજાને જિનશાસનના નિંદક બનાવીને ભવોભવ સુધી તેમને અને પોતાને બોધિબીજથી વંચિત કરી દેવામાં આવે છે, આવા અનેક દોષો લાગે છે.