Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૫૮ उपदेशरत्नकोषः જીવહિંસામાં પ્રવર્તે છે, તેઓને જિનપૂજા માટે જીવહિંસા કરવાનો પ્રતિષેધ કરવો એ મોહ છે - મિથ્યાત્વ છે - બહુ મોટી ભ્રાંતિ છે. હા, શરીરાદિ માટે કરાતી સર્વ જીવહિંસાનો જે ત્યાગ કરી દે, તેને પૂજા કરવાની જરૂર નથી. કથાનકોષ નામના ગ્રંથમાં કહ્યું છે – जइ पुण पोसहनिरया सच्चित्तविवज्जया जइसरिच्छा । उत्तरपडिमासु ठिया पुप्फाई ता विवज्जंतु ॥ જેઓ પૌષધમાં નિરત હોય, સચિત્ત આહારપાણીના ત્યાગી હોય. સાધુ જેવું જીવન જીવતા હોય. વિશિષ્ટ શ્રાવક-પ્રતિમાને વહન કરતા હોય, તેઓ પુષ્પ વગેરેનો ભલે ત્યાગ કરે. ઘર માટે, પરિવાર માટે, શરીર માટે, ધંધા માટે, મોજ-શોખ માટે જે અઢળક જીવહિંસા કરે છે, એવા જીવને શ્રાવક જીવનના મુખ્ય કર્તવ્યરૂપ જિનપૂજામાં હિંસા દેખાડીને પૂજાનો નિષેધ કરવો, એ કેટલી વિચિત્ર બાબત છે ! પોતાને અને બીજાને ભવસાગરમાં ડુબાડવાનું કેટલું હિચકારું કૃત્ય છે ! - યાદ રહે, ભાવસ્તવ = સાધુધર્મ મોક્ષે જવા માટેની

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92