________________
उपदेशोपनिषद् એક્સપ્રેસ ટ્રેન છે, જ્યારે પુષ્પ વગેરેથી જિનપૂજા રૂપ દ્રવ્યસ્તવ એ પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ વિના ટ્રેનમાં ચડવું શક્ય નથી, તેમ જિનપૂજાથી દૂર રહે, તેનો નિષેધ કરે, તેને ભવાંતરમાં પણ સંયમપ્રાપ્તિ શક્ય નથી. કથાનકોષ ચોખ્ખા શબ્દોમાં કહે છે - पुप्फाइदव्वत्थयमकुणंतो कह गिही हविज्ज जोग्गो । भावत्थयस्स ? ता पढमभूमिगाए जइज्ज इहं ॥.
જે ગૃહસ્થ પુષ્પો વગેરેથી દ્રવ્યસ્તવ નથી કરતો તે ભાવસ્તવને યોગ્ય ક્યાંથી થાય ? માટે પુષ્પ વગેરેથી પૂજા કરવારૂપ આ પ્રથમ ભૂમિકાના વિષયમાં પ્રયત્ન કરવો જોઈએ.
પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ સંબોધપ્રકરણમાં કહ્યું છે – पूयम्मि वीयराये भावो विप्फुरइ विसयविवच्चाया । आया अहिंसभावे वट्टइ इह तेण नो हिंसा ॥१-२०१॥
જયારે વીતરાગ પરમાત્માની પૂજા કરાય ત્યારે વિષયવ્યત્યાસ થાય છે. શરીરાદિના મમત્વ પરથી મન ઉઠી જાય છે અને પરમાત્મા પ્રત્યે કેન્દ્રિત થાય છે. આત્મા અહિંસાભાવમાં પ્રવર્તે છે, માટે તેમાં હિંસા નથી.