________________
५५
उपदेशोपनिषद् શુભભાવ પ્રભુપૂજામાં આવે છે, એ અનુભવસિદ્ધ છે. પાંચ રૂપિયા ખર્ચીને ૫ કરોડ રૂપિયાની કમાણી થતી હોય, તો એ ખર્ચો કરવા જેવો કે નહીં ?
૧૪૪૪ ગ્રંથકર્તા પ્રવચનોપનિષદ્દેદી પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશક પ્રકરણમાં કહ્યું છે –
कूपोदाहरणादिह कायवधोऽपि . ..... - ગુવાન મતો વૃત્તિ: ૨-8ા .
જેમ કૂવો ખોદતા થાક લાગે છે, તરસ લાગે છે, અને શરીર પર કાદવ લાગે છે. પણ જ્યારે કૂવો ખોદાઈ જાય ત્યારે પાણીથી સ્નાન કરવાથી થાક ઉતરી જાય, તરસ છિપાઈ જાય અને કાદવ પણ ધોવાઈ જાય, કાયમનું સુખ થઈ જાય. તે રીતે જિનપૂજામાં ઉપલક દૃષ્ટિએ હિંસા લાગતી હોવા છતાં પણ પરિણામે તો તેનાથી વિરાટ અહિંસારૂપ ફળ જ મળે છે. આ રીતે પરમાર્થથી તો પ્રભુપૂજાથી ગૃહસ્થને લાભ જ થાય છે. નિકટના ભવિષ્યમાં શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે, અને આ રીતે સદા માટે છકાયના જીવોને અભયદાન આપી શકાય છે.
માટે જ પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે - . : प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तद्दाता ।
Iષોડશક પ્રકરણ ૯-૧૧