________________
उपदेशोपनिषद्
શ્લોક-૨૦ કુલીન થવાની રીત मन्त्रयतां पार्श्वे न गम्यते, सर्वशङ्कास्पदत्वानुषङ्गाल्लाघवप्रसङ्गाच्च, षट्कर्णो भिद्यते मन्त्र इतिस्मरद्भिर्वधादिप्रत्यपायसम्भवाच्च । न च परगृहेऽद्वितीयैर्गम्यते, शीलसंशयभयात्, दाराविप्लवाद्याशङ्काजननाच्च, तथा प्रतिपन्नं पाल्यते, अन्यथा मृषाभाषित्वप्रसक्ते:, अत एवोक्तम् - तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति, सत्यस्थितिव्यसनिनो न पुनः
–
४१
પાલન કરાય. આ રીતે સુકુલીનત્વ થાય છે. ૨૦ના
મંત્રણા કરનારાઓની પાસે ન જવાય, કારણ કે તેનાથી બધાને પોતાના પર શંકા થાય. વળી કોઈ અપમાન કરીને કાઢી મૂકે, તેનાથી લઘુતા પણ થાય. એવી નીતિ છે કે જે મંત્રણાને છ કાન સાંભળે (ત્રીજી વ્યક્તિ સાંભળે), એ ગુપ્ત વાત ફૂટી જાય છે. આ નીતિને યાદ કરીને કોઈ વધ વગેરે પણ કરે. તથા બીજાના ઘરે એકલા ન જવાય, કારણ કે એમાં શીલ જોખમમાં મુકાય, એવો ભય છે. તથા જેના ઘરે જાય, તેની પત્નીને પોતે ભ્રષ્ટ કરી છે, એવી તેને શંકા પણ થાય. તથા જે સ્વીકાર્યું હોય તેનું પાલન કરાય. અન્યથા મૃષાભાષિપણાની આપત્તિ છે. માટે જ કહ્યું છે કે - તેજસ્વીઓ સુખેથી પ્રાણોને પણ છોડી દે છે, પણ સત્ય સ્થિતિના આગ્રહી
,