Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 56
________________ उपदेशोपनिषद् શ્લોક-૨૧ પ્રેમ સ્થિર કરવાનો ઉપાય भुङ्क्ते - स्वयं मित्रादिनाऽऽमन्त्रितः सन् तद्भावानु– वर्त्तनाय तद्गृहे जेमते, भावसारं निमन्त्रयतोऽपि प्रतिषेधकरणे प्रीतिहानियोगात् । तथा भोज्यते - मित्रादीनामन्त्र्य प्रेमपुरस्सरं मधुरा रसवती परिवेष्यते, तथा मनोगतं पृच्छेत् - मित्राद्यन्तः करणस्थितां वार्तां पर्यनुयोगगोचरीकुर्यात्, स्वयमपि स्वकीयं रहस्यं तं कथयेत्, दीयते लीयते चोचितम्, आदानप्रदानादिव्यवहारविरहे प्रेम्नो निराधारभावेनावस्थानासम्भवात् । कुर्यादेतद्भोजनादि यदि स्थिरं प्रेमेच्छेत् उक्तोपायानां - ४३ તો તેમની લાગણીને સાચવવા માટે તેમના ઘરે જમે. કારણ કે ખૂબ ભાવથી મિત્ર વગેરે નિમંત્રણ આપતા હોય, તો ય તેમને ના પાડી દે, તો પ્રેમ ઓછો થઈ જાય. તથા જમાડે મિત્ર વગેરેને આમંત્રણ આપીને પ્રેમપૂર્વક તેમને મધુર ભોજન પીરસે. તથા મનની વાત પૂછે, મિત્રના ચિત્તમાં રહેલી વાતનો પ્રશ્ન કરે. પોતે પણ પોતાનું રહસ્ય મિત્રને કહે. ઉચિત દેવાય અને લેવાય, કારણ કે જો પરસ્પર આપ-લેનો વહેવાર ન હોય, તો પ્રેમ નિરાધાર થઈ જાય, તેથી પ્રેમ ટકી ન શકે. જો સ્થિર પ્રેમને ઈચ્છે, તો આ ભોજન વગેરે કરે, કારણ કે ઉપરોક્ત ઉપાયો પ્રેમને

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92