________________
૩૫શોપનિષત્ શ્લોક-૧૪ દુઃખને જલાંજલી આપવા. ૨૭
अतिस्नेहो नोह्यते, स्वपरापायावहत्वात्तस्य, अति सर्वत्र वर्जयेदित्युक्तेश्च । प्रियेऽपि, आस्तामितर इत्यपिशब्दार्थः, प्रतिदिवसं न च - नैव रुष्यते, उक्तहेतोः, उक्तं च - अत्यन्तघृष्टाद्दहनश्चन्दनादपि जायते - इति (त्रिषष्टि० चरिते)। तथा कलिर्न वर्धाप्यते, सर्वश्रीस्तेनत्वात्कलहस्य, तथा चेन्दिरोदितम् - अदन्तकलहो यत्र, तत्र शक्र ! वसाम्यहम् - इति (श्राद्धविधिवृत्तावुद्धरणम्) । एवं कृते सति दुःखानां
અતિ સ્નેહ ન રખાય, કારણ કે તે પોતાને અને બીજાને આપત્તિજનક છે. વળી એવું વચન પણ છે, કે અતિનો સર્વત્ર ત્યાગ કરવો. પ્રિય ઉપર પણ, બીજા પર તો જવા જ દો. એવો પણ શબ્દનો અર્થ છે. પ્રતિદિવસ રોષ ન જ કરાય, કારણ કે એ પણ સ્વ-પરને નુકશાનકારક છે. + અતિનો સર્વત્ર ત્યાગ કરવો જોઈએ. કહ્યું પણ છે કે ચંદનને ખૂબ ઘસવામાં આવે તો તેનામાંથી પણ આગ ફાટી નીકળે છે. (ત્રિષષ્ટિ ચરિતે) તથા કલહની વૃદ્ધિ ન કરાય, કારણ કે કલહ એ સર્વ સંપત્તિને ચોરી લે છે. તે મુજબ લક્ષ્મીનું વચન પણ છે, કે - હે શક્ર ! જ્યાં પરસ્પરનો ઝગડો નથી, હું હું નિવાસ કરું છું. (આ પંક્તિ શ્રાદ્ધવિધિવૃત્તિમાં ઉદ્ધત કરી છે.) આવું