________________
ભરત મહારાજા મરુદેવામાતાને કહે છે. આપ પધારો અને આપના પુત્રનો વૈભવ જુઓ એમ કહીને હાથી ઉપર બેસાડીને પ્રભુ પાસે લઈ જાય છે. ત્યાં પ્રભુનું સમવસરણ, વૈભવ, દેવોનું આવાગમન વગેરે જોઈને ભાવ વિશેષને પામીને કેવળી થઈને સિદ્ધિ ગતિને પામે છે. પ્રભુ દેશના આપે છે. ગણધરો તથા શ્રીસંઘની સ્થાપના કરે છે.
ત્યારબાદ ચક્રીનું વક્તવ્ય શરૂ કરે છે. ભરતચક્રી ચક્રની પૂજા કરી છ ખંડ સાધીને ૬૦ હજાર વર્ષે પાછા આવે છે. ચક્રીપણાનો અભિષેક થઈ ગયાં પછી ચક્ર આયુધશાળામાં જતું નથી. તેથી કારણ જાણીને પોતાના ૯૮ નાના ભાઈઓને કહેવડાવે છે. કે તમોને રાજ્ય જોઈતું હોય તો ભારતની સેવા કરો. એટલે તેઓ સાથે મળીને પિતા ઋષભને પૂછવા જાય છે. અને ત્યાં જ દીક્ષા લઈ લે છે. ત્યારબાદ બાહુબલી પાસે દૂત મોકલી કહેવડાવે છે. તે તો દૂતને અવગણીને કાઢી મૂકી છે. ત્યારબાદ બન્નેનું દૃષ્ટિ, વાળું, બાહુ, મુષ્ટિ, દંડ, એમ પાંચ પ્રકારનું યુદ્ધ દેવો નક્કી કરાવે છે. અને સૈન્યનો નાશ થતો અટકાવે છે. પાંચેય યુદ્ધમાં ભરત રાજા હારે છે. અને બાહુબલી જીતે છે. એટલે પોતે વિચારમાં પડે છે.
षटखण्डभूजयकरं मम चक्ररत्नं, स्वप्नान् ददर्श च चतुर्दश मे सवित्री । बाहोर्बले किमपि बाहुबली बली च, तक्रयहं किमयमित्यपि संशयोऽस्ति ।।७५ ।।(वसन्ततिलका)
છ ખંડને જીતાવનારું મારું ચક્રરત્ન છે. મારી માતાએ ૧૪ સ્વપ્નો જોયાં છે પણ બાહુના બળથી તો બાહુબલી બળવાન છે, તો શું ચક્રી હું છું. કે આ છે ! એવો સંશય પડે છે. અને બાહુબલી ઉપર ચક્ર મૂકે છે. એટલે ગુસ્સે થઈ બાહુબલી મૂઠી ઉગામીને ભરતને મારવા દોડે છે. અને ત્યારે પોતાની ભૂલ સમજાતા તે જ મૂઠી વડે લોન્ચ કરી દીક્ષા લે છે. અને ઋષભદેવ પાસે જવા તૈયાર થાય છે. ત્યાં જ માનકષાયનો
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org