________________
१६४
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ૫૦. કલ્પના સ્વામી (૧૨ દેવલોકના) દશ, સૂર્ય-ચંદ્ર,
ભવનપતિના ઈન્દ્રો વીશ અને બત્રીશ વ્યંતરેન્દ્રો આમ કુલ
ચોસઠ ઈન્દ્રો છે. ૫૧. દષ્ટિ વડે જેઓ જોવા છતે પણ પૂર્વજન્મમાં થયેલા કુકર્મના
મળના અવલેપ (પાપકર્મ) એકાએક દ્રવિત થઈ જાય છે એવા શ્રી નાભિરાજાના પુત્રના જન્મ વખતના સ્નાનથી ભેગું થયેલું પાણી તમારા (કર્મરૂપી) રજને નિત્ય શાંત કરે. ત્રણ જગતમાં સર્વને અનુભવાયેલું આ પ્રગટ જ છે કે જે પાણીના સંપર્કથી પરિતાપનું અત્યંત શમન થાય છે, કંઈક અચિંત્ય માહાભ્ય છે કે જિનરૂપી ચંદ્રના ઉદય સમયે
અભિષેકના પ્રસંગથી પ્રતાપ બલવત્તાને પામે છે. ૫૩. જેઓ અરિહંતની આગળ સુવર્ણના તથા રજતના જવ કે
ચોખા વડે મોટા આઠ મંગલના આરંભને કરે છે, તેઓ ઈન્દ્ર અને ચક્રવર્તીની લક્ષ્મીને ભોગવીને આઠ કર્મના નાશવાળા સ્થાનનો આશ્રય કરે છે. નિર્વાણ નિકટ છે, અત્યંત દુસ્તર દશાનો પ્રાંતભાગ પણ મેળવાયો છે, અંધકારનો સમુહ શાંત થયો છે, તોપણ દીવાની જેમ મન સ્નેહને ઈચ્છે છે, તીર્થંકરપણું પાળવાયોગ્ય છે, અંતિમ ભાવ છે, મને ત્રણ જ્ઞાન છે, તો પણ મારા વડે કર્મ વેદવું (ભોગવવું) જોઈએ, જેથી હું આજે પાણીગ્રહણ કરીશ. શરીર છે, પણ કાંતિના આધારરૂપ પાત્ર નથી. ઘોડો છે, પણ પવન જેવો વેગ તેમાં નથી. હાથી છે, પણ મદ ઝરવાની અતિશય ગંધથી ગુંજારવ કરતા ભમરાઓના સમુહથી સુંદર નથી (એટલે મદ ઝરતો હાથી નથી). છત્ર છે, પણ ગરમીથી રક્ષણ કરાતું નથી. થાકેલા હાથમાં ચામર લઈ સુંદરીઓ ઉભી છે, પણ તે મસ્તક તરફ વીંઝતી નથી. તો લોક શ્રદ્ધાવાળો થઈને કેમ (સંસારમાં) વારંવાર ભમે છે.
૫૪.
પપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org