________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
१८५ પહેલાના સુકૃતથી થયેલા શુભને જોતો એવો તું ધર્મનું ફળ
નથી એમ વારંવાર શું બોલે છે ? ૧૭૫. પહેલા જે જે દુઃખ બીજાઓને વિષે તારા વડે ખેતરમાં
બીજની જેમ પોતાનું રોપેલું છે તે તે ફળ પ્રગટ થાય છે.
ત્યારે હે! જીવ તું નપુંસક ન બને, પરંતુ ખુશ થા. ૧૭૬. જમીન અને સ્ત્રી પણ અહીં ઝગડાનો હેતુ નથી, પોતાના
વિજયથી કોઈપણ ફળ નથી; બીજું શું? પક્ષનો (પાંખનો) ક્ષય, કુટુંબમાં કલહ છે, હે કુકડા ! તારો યુદ્ધનો રસ
નિષ્કારણ છે. ૧૭૭. પોતાના મૃત્યુની નિવૃત્તિને માટે જીવવા માટે) બધા લોકો
વડે ભૂખની શાંતિ કરાય છે, તે જો કૃત્ય છે, તો અન્યની હિંસાથી જેઓ વડે ભૂખની શાંતિ કરાય છે તે જ ભૂતપ્રલય
(પ્રકૃતિનો નાશ) છે, તેનાથી બીજો કોઈ ભૂતપ્રલય નથી. ૧૭૮. સમુદ્રના પાણીની જેમ તમારા ગુણોને જોનારો કોણ પાર
પામે છે અને ઈન્દ્રથી થયેલી પ્રશંસા પણ સમુદ્રની ઉપર જ
તરતા ઘાસના પુળાની જેમ તરે છે. ૧૭૯. જેઓ વડે અલ્પ પણ જંતુ પીડાય છે તેઓ પાપને પામે છે,
પરંતુ પારને પામતા નથી; જેઓ વડે વળી પવિત્ર પાત્ર પીડિત થાય છે તેઓની શુદ્ધિ શું ? કલ્યાણ ક્યાં ? અને સુખ પણ ક્યાં ? કેટલાક દુઃશિક્ષિતો “મનોરંજન થાય' એમ માનીને લોકો ઉપર દુઃખનું આરોપણ કરે છે અને કેટલાક ખુશ થયેલા અનુજ્ઞાને આપે છે તેઓને ધિક્કાર છે; ખરેખર તે દુર્વિનીતો
ક્યાં જશે ? ૧૮૧. તપથી અતિપાતળું શરીર, મનમાં સ્ત્રીઓનું વિસ્મરણ,
પહેલાના મુનિઓની કથાનું શ્રવણ, દુશ્ચારિત્રની લીલાનો ત્યાગ, પોતાની ઈન્દ્રિયોનો જય, સમતા, કષાયનો ત્યાગ, અને ધ્યાન, ખરેખર આ હેતુઓને વિષે કોઈપણ કામના સ્કુરાયમાન થતી નથી.
૧૮૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org